ફક્ત 6 વર્ષીય બાળકનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે- તમે જોયો કે નહીં!

સોશિયલ મીડિયા પર અવારનવાર રમુજી વિડીયો સામે આવતા હોય છે. જેને લીધે સોશિયલ મીડિયા એ એક મનોરંજનનું માધ્યમ બની ગયું છે. જ્યાં દરરોજ નવા વીડિયો…

સોશિયલ મીડિયા પર અવારનવાર રમુજી વિડીયો સામે આવતા હોય છે. જેને લીધે સોશિયલ મીડિયા એ એક મનોરંજનનું માધ્યમ બની ગયું છે. જ્યાં દરરોજ નવા વીડિયો ખુબ વાયરલ થતા રહેતાં હોય છે. હાલમાં ફક્ત 6 વર્ષના બાળકનો એક ફની વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ ધૂમ મચાવી રહ્યો છે.

આ વીડિયોમાં ફક્ત 6 વર્ષના એક બાળકની વાત સાંભળીને તમને હસવાનું આવી જશે. પૂર્વ નૌસેના અધિકારી હરિંદર સિક્કા દ્વારા પોતાના ટ્વિટર એકાઉન્ટ પર બાળકનો એક ફની વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વિડીયોને જોઈ લોકો પોતાનું હસવું રોકી શકતાં નથી.

આ બાળકને છે દુલ્હનની શોધ :
પૂર્વ નૌસેના અધિકારી હરિંદર સિંહ સિક્કા દ્વારા આ વીડિયો PM નરેન્દ્ર મોદીને પણ શેર કરવામાં આવ્યો છે. જેમાં તેમણે કેપ્શન લખ્યું છે કે, યુવા પાંડેજી ફક્ત 6 વર્ષના છે. તેઓ સ્માર્ટ, હેન્ડસમ, ગુડ લુકિંગ, બુદ્ધિમાન તથા નિશ્ચિત રૂપથી પપ્પુ નથી. સ્માર્ટ ફોન તેમના રમકડા છે. તેની વાત તર્ક પર આધારિત છે. તેઓ યોગ્ય પાત્રની શોધમાં રહેલાં છે.

આ વીડિયોમાં બાળક પોતાની માતાને જણાવી રહ્યો છે કે, તેના લગ્ન કરાવી દો. તેને એક પાર્ટનર  મળી જશે કે, જે તેની માતાને કામમાં મદદ કરશે તેમજ તેની સાથે ગેમ પણ રમશે. આવું કહેતો હોવાનો આ બાળકનો વિડીયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો :
આ વીડિયોમાં બાળક જણાવે છે કે, હાલમાં તો આપણો 3 લોકોનો પરિવાર છે. લગ્ન કર્યાં પછી તે 4 લોકોનો થઈ જશે. તે પત્નીની સાથે છૂપાછૂપ પણ રમવા માંગે છે. તેના પરિવારમાં બીજા કોઈ સદસ્ય ન હોવાને લીધે તે કોઈની સાથે રમી શક્તો નથી. તેની માતાએ બાળકની આ બધી વાતો રેકોર્ડ કરી લીધી હતી.

ત્યારબાદ આ વીડિયોને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો. બાળકની માસુમિયત પર માતા હસતાં હોય છે તથા સતત તેને પ્રશ્નો પૂછીને તેના મનની વાતો જાણવાનો પ્રયત્ન પણ કરતાં હોય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *