શું ખરેખર ઐશ્વર્યાને તેની નણંદ સાથે થયો છે ડખો? જાણો કેવી રીતે બહાર આવ્યો બચ્ચન પરિવારની નણંદ-ભાભીનો વિવાદ

મોટા ભાગનાં ઘરમાં નણંદ ભાબી વચ્ચે અને સાસુ વહુ વચ્ચે ઝઘડા થતા હોય છે. સાધારણ ઘરમાં નણંદ-ભાભી વચ્ચેનાં સંબંધોમાં થોડી કડવાશ હોય જ છે. પરંતુ બધા ઘરમાં નણંદ-ભાભીનાં સંબંધો કદાચ સમાન જ હશે. આ વાત બચ્ચન પરિવારની છે. વિશ્વ સુંદરી ઐશ્વર્યા રાય બચ્ચન એમની વહુ હોય તેમજ બિઝનેસ વુમન શ્વેતા બચ્ચન એમની દીકરી હોય એવાં સદીનાં મહાનાયક અમિતાભનાં ઘરમાં પણ સંબંધો સાધારણ પરિવાર જેવાં જ હશે. નાના મોટા ફંક્શન, પાર્ટીઝ હોય તે સમયે બચ્ચન પરિવાર અચૂક સમાવેશ થાય છે.

સમગ્ર પરિવારને જોવા માટે સૌ કોઈ આતુર હોય છે. પરિવારમાં અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન, અભિષેક બચ્ચન, આરાધ્યા બચ્ચન જ નહીં પરંતુ શ્વેતા બચ્ચન નંદાનો પણ સમાવેશ થાય છે તેમજ આ પરિવાર લોકોનું ધ્યાન એટલે ખેંચે છે કે, બધાનું બોન્ડિંગ અદભૂત હોય છે તેમજ બધાને ગમે છે. પરંતુ આ સંબંધો વચ્ચેની ઘણી એવી વાત છે જે કોઈ દ્વારા સાંભળી નહીં હોય. આ નણંદ-ભાભીનાં સંબંધની વાત છે. આ બન્નેનું બોન્ડિંગ કોઈનાંથી છૂપાયુ નથી.

બન્ને પરિવારની લાડલી છે તેમ છતાં પણ બન્નેમાં કઈક અસામાન્ય છે બન્નેનાં સંબંધોમાં થોડીક કડવાશ રહેલી છે. અમુક સમય અગાઉ એક ટીવી શોમાં શ્વેતા બચ્ચન નંદા દ્વારા તેની ભાભી ઐશ્વર્યા રાય બચ્ચન સાથેનાં સંબંધો તો જણાવ્યાની સાથે જ ઐશ્વર્યાની ઘણી એવી વાત પણ કહી છે જે શ્વેતાને પસંદ નથી. તેમજ આ જ બાબતો કદાચ બન્ને વચ્ચેનાં સંબંધમાં અંતર રખાવી રહી છે. શ્વેતા બચ્ચન તેનાં ભાઈ અભિષેકની સાથે કોફી વિથ કરણ કાર્યક્રમમાં ગઈ તે સમયે તેણે નણંદ-ભાભીનાં સંબંધો વિશે બધી વાત કરી હતી.

આ વાતમાં સ્વેતાએ ઐશ્વર્યાની એવી આદતો જણાવી જે સમજવા માટે ઘણી જ સમસ્યા થતી હતી. અત્યારે તો બન્નેમાં આ સંબંધો પહેલી વાર લોકો બહાર આવ્યા નથી. ઘણી વાર જાહેર ફંક્શનોમાં આ બંનેમાં થોડી કડવાશ આંખે ઉડીને વળગે છે. ઐશ્વર્યા કાયમ તેનાં પતિ તેમજ દિકરીની સાથે આવે છે. તેમજ શ્વેતા એમનાં માતાપિતાની સાથે આવે છે. તે સમયે પણ બન્નેમાં થોડું અંતર દેખાઈ જ આવે છે. પરંતુ આ બન્ને લોકોની સામે સંબંધોનો ખટરાગ લાવવામાં માનતા નથી કેમ કે, બન્નેને એવી ખબર છે એની અસર આખા પરિવાર પર પડશે તેમજ સૌથી વધારે તો ઘરનાં પુરુષ વર્ગ એટલે કે અમિતાભ બચ્ચન તેમજ અભિષેક બચ્ચન પર પણ પડશે.

એટલે શ્વેતા તેનાં ભાઈ કે પિતાને કોઈ મુશ્કેલી ન પડે તેથી બધી બાબતો જાળવી રાખવામાં માને છે બધા પાસાઓને સમજી વિચારીને વર્તનમાં લાવે છે તેમજ તેનાં લીધે જ હાલ સુધી આ બન્નેનાં સંબંધો લોકો સમક્ષ આવ્યા નથી. તે સાધારણ જ છે બીજા ઉચ્ચા ઘરાનાનાં પારિવારિક સંબંધો જેવા. સંબંધોની પરિભાષા કાયમ મૌન રહેવામાં સારી જળવાતી હોય છે.

પારિવારિક સંબંધો બધા ઘરમાં ડામાડોળ રહેનાર જ હોય છે. સાસુ-વહુનાં હોય, નણંદ-ભાભીનાં હોય અથવા દેરાણી-જેઠાણીનાં હોય. પરંતુ આ સંબંધો તે સમયે જ શાંતિથી નિભાવી શકાય જ્યારે બન્ને વચ્ચેનાં ખટરાગમાં પણ અન્ડરસ્ટેન્ડિંગ હોય તેમજ આ જ અન્ડર સ્ટેન્ડિંગ બધા નણંદ-ભાભી દ્વારા ઐશ્વર્યા રાય બચ્ચન તેમજ શ્વેતા બચ્ચન નંદા જોડેથી શીખવા જેવી હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *