સુપ્રીમ કોર્ટમાં વકીલ એમ.એલ. શર્માએ તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીઓ રદ્દ કરવાની માગણી કરતી અરજી દાખલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે રિપ્રેજેંટેશન ઓફ પીપલ્સ (RP) એક્ટ મૂજબ ચૂંટણી ફક્ત બેલેટ પેપરથી જ કરી શકાય છે. આ એક્ટને લઈને તેમણે માગણી કરી છે કે ચૂંટણીના પરિણામોને રદ્દ કરવામાં આવે અને બેલેટ પેપર દ્વારા ફરીથી ચૂંટણી કરાવવામાં આવે. એમ.એલ. શર્માએ અરજી પર તાત્કાલિક સુનાવણીની પણ માંગ કરી છે.
લોકસભા ચૂંટણી 2019 તાજેતરમાં જ પૂર્ણ થઈ છે જેમાં ભાજપ 300 થી વધુ બેઠકો પર જીત મેળવી અને ફરીથી સત્તામાં આવી છે. આ ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને માત્ર 52 બેઠકો જ મળી છે. ચૂંટણીઓમાં હાર પછી વિરોધી પક્ષોએ ઇવીએમ પર સવાલો ઉઠાવ્યા છે.
તાજેતરમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ EVM ની જગ્યાએ બેલેટ પેપરથી મતદાનની માંગ કરી હતી. તેમણે કહ્યું કે અમે એક ચળવળ શરૂ કરીશું અને તેની શરૂઆત બંગાળથી થશે. તેમણે એવુ પણ કહ્યું હતું કે હું 23 રાજકીય પક્ષોના તમામ નેતાઓને કહીશ કે બધા સાથે આવે અને બેલેટ પેપરથી મતદાન થાય તેવી માંગ કરે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.