વાયુ ને કારણે ગુજરાતનાં આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

હાલમાં ભલે ગુજરાતમાં વરસાદી માહોલ બન્યો હોય પરંતુ ગુજરાતમાં હજુ વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ નથી, પરંતુ વાયુ વાવાઝોડાની અસરથી પ્રિ-મોન્સુન એક્ટિવિટીના ભાગરૂપે રાજ્યના અનેક…

હાલમાં ભલે ગુજરાતમાં વરસાદી માહોલ બન્યો હોય પરંતુ ગુજરાતમાં હજુ વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ નથી, પરંતુ વાયુ વાવાઝોડાની અસરથી પ્રિ-મોન્સુન એક્ટિવિટીના ભાગરૂપે રાજ્યના અનેક ભાગોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. હજુ લો પ્રેશરની સ્થિતિ સર્જાતા આગામી બે દિવસ સુધી ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે.

આજે 17મી જૂને સૌરાષ્ટ્ર-કચ્છ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબીમાં વરસાદ વરસી શકે છે. બીજા દિવસે 18મી જૂને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. જ્યારે પાટણ, મહેસાણા, અરવલ્લી તેમજ સૌરાષ્ટ્ર કચ્છ અને મોરબીમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

વાયુ  ની અસર ને જોતા ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહીના પગલે જિલ્લા વહીવટી તંત્ર સાબદું બન્યું છે. જિલ્લા વહીવટી તંત્રએ આગોતરા આયોજન મુજબ આવનારી મુસીબતને પહોંચી વળવા માટે NDRFની ત્રણ ટીમો ઉતારી છે. NDRFની ત્રણ ટીમોમાં કુલ 33 જવાનો ઉતારવામાં આવ્યા છે. ભારે વરસાદ અને વાવાઝોડાની મુસીબતને પહોંચી વળવા માટે એનડીઆરએફ ટીમના જવાનો લાઇફ જેકેટ, બોટ, વુડન કટર તેમજ ડિઝાસ્ટરને લગતા જુદા જુદા સાધનો સાથે પાલનપુરમાં ત્રણ દિવસ માટે રોકાણ કરશે.

વાયુ વાવાઝોડું પોરબંદરથી દરિયામાં પશ્ચિમ-દક્ષિણ દિશામાં આગળ વધ્યું હતું. જે સાયક્લોનિક સ્ટ્રોમમાંથી ડિપ્રેશનમાં પરિવર્તિત થઈને આવતીકાલે કચ્છના દરિયાકાંઠે પહોંચશે. જેની અસરથી ફરી ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો છે. બે દિવસથી ગુજરાતમાં સતત વરસાદ પડી રહ્યો છે અને હજુ આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી જારી કરવામાં આવી છે.

એક અઠવાડીયા સુધી રાજ્યમાં છુટો છવાયો વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વાવાઝોડાની તીવ્રતા સતત ઘટી રહી છે પરંતુ ગુજરાતમાં તેજ પવન અને વરસાદની શક્યતા વધુ પ્રબળ બની છે. ગુજરાતમાં ઠેર ઠેર વરસી રહેલા આ વરસાદના પગલે ઉનાળું વાવેતરમાં ભારે નુકસાન જશે. બાજરીનો પાક મોટાભાગે અત્યારે લેવાઈ રહ્યો છે જેથી ઘાસચારામાં મોટી નુકસાની જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *