સુરત પોલીસ તંત્રની ભ્રષ્ટાચારની મીઠી ઊંઘને કારણે 19 વર્ષીય આશાસ્પદ યુવાન ડમ્પરનો ભોગ બન્યો- જુઓ વિડીયો

સુરતમાં દિવસેને દિવસે અક્સમાતની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. કેટલાય માસુમ લોકો આ અણધાર્યા અકસ્માતથી મોતને ભેટ્યા છે. હાલ સુરતમાં પણ એવી જ એક ઘટના સામે આવી છે. આજથી થોડા દિવસ પહેલા જ કતારગામ વિસ્તારમાં બેફાર્મ ટ્રક ચાલાકે BBAમાં અભ્યાસ કરતા યુવાનને કચડી નાખ્યો હતો. મળેલી માહિતી અનુસાર ગત 25 તારીખે આ ઘટના સર્જાઈ હતી. અને આજે તે વિદ્યાર્થીનું કરુણ મોત થયું છે. મૃત્યુ પામેલા યુવકનું નામ જય ઈટાલીયા છે. જયને આ અકસ્માતની થોડી પણ જાણ ન હતી. જયને ક્યા ખભર હતી કે આ એક અકસ્માત તેની આખી જિંદગી બરબાદ કરી નાખશે.

મળેલી માહિતી અનુસાર, અકસ્માત એટલો ગંભીર હતો કે, જય ખુબ જ ગંભીર રીતે ઘાયલ થઇ ગયો હતો અને ઘટના સ્થળે જ અડધો હાથ કપાઈ ગયો હતો અને સાથળની જગ્યાએ પણ ગંભીર ઈજાઓ થઇ હતી. આ અકસ્માત cctv માં પણ કેદ થયો હતો. CCTV જોતા સાફ સાફ દેખાઈ રહ્યું છે કે, જય એકટીવા લઈને પસાર થઇ રહ્યો છે અને તેની જ બાજુમાં ટ્રક પસાર થઇ રહ્યો છે.

અચાનક જય તેની ગાડી પરનો કાબુ ગુમાવે છે અને ટ્રકના પાછળના વ્હીલમાં આવી જાય છે. આશરે 10 ફૂટ જેટલો જય રોડ ઉપર ઘસાય છે, અને ત્યારબાદ ટ્રક સવારને માલુમ પડતા તે ટ્રક ઉભો રાખે છે અને ત્યાંથી નાસી છૂટે છે. આવી ગંભીર હાલતમાં પણ જય એકલા સાથે ટ્રક નીચેથી બહાર આવે છે અને બહાર રોડ પર બેઠો થાય છે. CCTV માં સાફ સાફ આ દેખાઈ રહ્યું છે કે, જય ગંભીર રીતે ઘાયલ છે અને સ્થાનિકો તેની મદદે પહોચી રહ્યા છે.

ઘટના બાદ જયને તરત જ હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે અને હાલ આટલા દિવસની સારવાર બાદ તેનું આજે હોસ્પિટલમાં જ નિધન થયું છે. હાલ સવાલ એ ઉભા થઇ રહ્યા છે કે, સુરત શહેરમાં 4 વાગ્યા પછી ભારી વાહન ચાલક ને પ્રતિબંધ હોવા છતાં પોલીસની રહેમ નજર અને હપતા ખોરીને લઈને ભરી વાહનો કેમ ચાલી રહ્યા છે? નાના વાહન ચાલકો હેલ્મેટ કે પિયુસી વગર વાહન ચલાવે તો પોલીસ વાહન જપ્તીની અને ભારી રકમની કાર્યવાહી કરે છે પરતું ચાર વાગ્યા પછી ભારે વાહનો ચાલે છે તેનું કોઈ જોતું નથી. આ ઘટનાને લઈને સ્થાનીકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. હાલ જય ઈટાલીયાના પિતા ભરતભાઈ ઈટાલીયાએ FIR પણ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *