આમ તો હાલમાં ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે. પરંતુ આ દરમિયાન પણ શહેરમાંથી દારૂ પકડાવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે ત્યારે હવે તો પોલીસના પુત્રો પણ સામેલ થયા છે. જેમાં ગણેશ ચોકડી પાસેથી દારૂની હેરાફેરી કરતા પોલીસપુત્ર સહિત ચાર યુવકોને ઝડપી પાડયા હતા અને તેઓની પાસેથી લાખોનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો હતો.
સુરત શહેર પીસીબીએ શનિવારે મોડીરાતે ગભેણી ચોકડી પાસેથી કારમાં દારૂની હેરાફેરી કરતા પોલીસપુત્ર સહિત ચાર યુવાનને ઝડપી પડ્યા હતા અને તેમની પાસેથી રૂપિયા 50,400ની કિંમતની વ્હીસ્કી અને વોડકાની 228 બોટલ સહિત રૂપિયા 3.24 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને નવસારીથી દારુ ભરાવનાર સુરતના નાનપુરાના બુટલેગર નરેન્દ્રને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ તે માત્ર કાગળ પર હોય તેવું દેખાઈ રહ્યું છે. ત્યારે હવે દારૂ પકડતી પોલીસના પુત્રો જ દારૂની હેરાફેરી કરી રહ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પીસીબીના સૂત્રો દ્વારા માહિતી મળી છે કે, હેડ કોન્સ્ટેબલ સંતોષ પાટીલને મળેલી બાતમીના આધારે પીસીબીએ ગયા શનિવારે મોડીરાતે ગભેણી ચોકડી પાસેથી પસાર થતી કારને અટકાવી હતી અને તેમાંથી રૂપિયા 50,400ની કિંમતની વ્હીસ્કી અને વોડકાની 228 બોટલ મળી આવી હતી.
પીસીબીએ કાર ચલાવી રહેલા પોલીસપુત્ર કૃપાલસિંહ રાજેન્દ્રસિંહ સોલંકી ઉપરાંત આકીબ ખાન, ઝાકીર ઇમરાન ચક્કીવાલા તેમજ ઝૈબ અલી સૈયદને ઝડપી પાયા હતા. પીસીબીએ તેમની પાસેથી દારૂ ઉપરાંત 7 મોબાઈલ ફોન, રોકડા રૂપિયા 1290 અને રૂપિયા 2.50 લાખની કાર સહિત કુલ રૂપિયા 3,24,190નો મુદ્દામાલ મળી આવ્યો હતો.
પોલીસ દ્વારા મુદ્દામાલ કબ્જે કરી નવસારીથી કારમાં દારૂ ભરાવનાર બુટલેગર નરેન્દ્ર કહારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. જાણવા મળ્યું છે કે, દારૂ ભરેલી કાર ચાલવી રહેલા કૃપાલસિંહના પિતા રાજેન્દ્રસિંહ સોલંકી સુરતના લાલગેટ પોલીસ મથકમાં ફરજ બજાવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle