છેલ્લા 24 કલ્લાકમાં સર્જાયા 3 ગંભીર અકસ્માત, એક મહિલા સહીત 3ના મોત અને 2 ઈજાગ્રસ્ત   

શું તમે જાણો છો છેલ્લા 24 કલાક દરમિયાન વડોદરા શહેરમાં અકસ્માતની 3 ઘટનાઓ બની હતી. જેમાં 3 લોકોના મૃત્યુ થયા હતા, જ્યારે બે લોકો ઇજાગ્રસ્ત હતા. આ દરમિયાન તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાઓ સંદર્ભે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા શહેરના સયાજીપુરા ગામમાં રહેતા અબ્દુલ સત્તાર સલાટ 4 ફેબ્રુઆરીના રોજ મિત્રની ઇકો કાર લઇને પરિવાર સાથે રાજસ્થાન લગ્નમાં ગયા હતા. 8 ફેબ્રુઆરીના રોજ તેઓ પરત આવી રહ્યા હતા. આ દરમિયાન વડોદરા નજીક આજવા રોડ પર આવેલા રવાલ ગામની સીમમાં સામેથી આવતા ટ્રેક્ટર સાથે તેમનો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારચાલકની બહેન રીઝવાના, બનેવી સબ્બીર અલી સલાટ અને દીકરા અલમસ સલાટને ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલીક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં 35 વર્ષની રીઝવાના બહેનનું મૃત્યુ થયું હતું. અકસ્માત પછી ટ્રેક્ટર ચાલક ટ્રોલી સાથે ભાગી ગયો હતો.

બીજા બનાવમાં મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને સિકયુરિટી ગાર્ડની નોકરી કરતા 38 વર્ષના વેદપ્રકાશ ચતુર્વેદી તેમના મિત્ર અજીતસિંગ રાજપૂત સાથે પોર ખાતે રહેતા સંબંધી અનિલસિંગ રાજપૂતના ઘરે આવ્યા હતા. આ દરમિયાન 8 ફેબ્રુઆરીના રોજ ત્રણેય વ્યક્તિ પોરથી વાપી નોકરી કરવાટે નીકળ્યા હતા અને વડોદરાથી સુરત જતા નેશનલ હાઇવે નં-48 ઉપર બસની રાહ જોઇને ઊભા હતા. આ દરમિયાન તેઓ રસ્તો ક્રોસ કરી રહ્યા હતા, તે સમયે અજાણ્યા ટ્રક ચાલકે 38 વર્ષીય વૈદ પ્રકાશ ચતુર્વેદીને અડફેટે લીધા હતા અને અકસ્માત કરીને ટ્રકચાલક ભાગી ગયો હતો. ગંભીર રીતે ઘવાયેલા વૈદપ્રકાશને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડ્યા બાદ વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.

જ્યારે અન્ય એક બનાવમાં મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલ વડોદરા શહેરના સમા વિસ્તારમાં રહેતા 54 વર્ષના ગોવર્ધનભાઈ યાદવ ફર્નિચર વ્યવસાય કરતા હતા. તેઓ પોતાના દિકરાને ફર્નિચરના ઓજારો આપવા માટે પોતાની બાઇક લઇને નીકળ્યા હતા. તે સમયે દુમાડ ચોકડી પાસે મીની બસે બાઈકચાલક ગોરધનભાઇને અડફેટે લીધા હતા. અકસ્માતમાં તેમના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સ્થળ પર જ મોત થયું હતું. અકસ્માત કરનાર બસ ચાલક એજાજ શેખને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *