હિટલર શૌચ માટે જે ટોઇલેટ સીટનો ઉપયોગ કરતા હતા, તે એટલી કિંમતે વેચાણી કે આંકડો જાણી અંધારા આવી જશે

એક અમેરિકન પરિવાર દુનિયાના સૌથી મોટા તાનાશાહ હિટલરના ઘરેથી લૂંટાયેલી વસ્તુઓ વેચી રહ્યો છે. આ પરિવાર સામાન્ય કિંમતમાં નહિ પરંતુ લાખો કરોડો રૂપિયામાં વસ્તુઓ વેચીને…

એક અમેરિકન પરિવાર દુનિયાના સૌથી મોટા તાનાશાહ હિટલરના ઘરેથી લૂંટાયેલી વસ્તુઓ વેચી રહ્યો છે. આ પરિવાર સામાન્ય કિંમતમાં નહિ પરંતુ લાખો કરોડો રૂપિયામાં વસ્તુઓ વેચીને કમાણી કરી રહ્યો છે. આ દરેક વસ્તુઓ માંથી હિટલરની સૌથી અંગત વસ્તુ તેની ટોઇલેટ સીટ છે. આ પરિવારે હિટલરની ટોઇલેટ સીટ વેચીને ધોમ કમાણી કરી છે. હિટલરની શૌચાલય બેઠકની કિંમત 5 હજાર ડોલરથી શરૂ થઈ હતી અને એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે તેની કિંમત 15 હજાર ડોલર સુધી પહોંચી શકે છે. અંદાજે 13 લાખમાં આ સીટ વેચાણી છે.

હકીકતમાં, બીજા વિશ્વ યુદ્ધના અંતિમ દિવસોમાં હિટલરનું મૃત્યુ થયા પછી, યુએસ આર્મી બર્કેટ્સેડેન પહોંચી હતી. અહીં હિટલરનું ઘર હતું અને હિટલર પર્વત મેદાનોમાં આવેલા આ મકાનમાં ક્યારેક આવતો હતો. બોમ્બમારો અને ફાયરિંગથી શહેરની પરિસ્થિતિ કફોડી થઈ ગઈ હતી અને એક અમેરિકન સૈનિક હિટલરના ઘરે ઘૂસી ગયો હતો અને તેની શૌચાલયની બેઠક સહીત ઘણી વસ્તુઓ લૂંટી લીધી હતી.

રૈગનવાલ્ડ બોર્ચ નામનો આ અમેરિકન સૈનિક જર્મન અને ફ્રેન્ચ ભાષા પણ જાણતો હતો. આ કારણોસર, તેને અન્ય સૈનિકોની પસંદગી પણ મળી હતી. આ સૈનિકને સીનીયર અધિકારીઓનો ઓર્ડર મળ્યો હતો કે તેણે હિટલરના ઘર એટલે કે બર્ગહોફમાં જેટલી વસ્તુ પડી છે તે લઇ આવે. આ પછી, આ ઓર્ડર મળ્યા પછી આ સૈનિકે હિટલરની વ્યક્તિગત શૌચાલયની બેઠક પણ ઉપાડી લીધી હતી. અને હાલ એની કિંમત લાખોમાં થઇ રહી છે.

તસ્વીરમાં દેખાતી આ સફેદ રંગની શૌચાલયની આ સીટ 45 ઇંચ પહોળી છે. બોર્ચ તેને શીપીંગ દ્વારા પ્રથમ યુએસ લાવ્યો હતો. આ પછી, તેણે તેને ન્યુ જર્સીમાં તેના ઘરમાં મૂકી દીધી હતી. 8 ફેબ્રુઆરીએ, અમેરિકાના મેરીલેન્ડમાં આ હરાજીનું આયોજન થયું હતું. આ હરાજીની કંપનીએ કહ્યું કે,  આ જવાને હિટલરના ઘરની દરેક વસ્તુ લઈને તેના ઘરના એક ઓરડામાં મૂકી રાખ્યા હતા. તેમાં આ ટોઇલેટ સીટ પણ સામેલ છે.

આ સિવાય હિટલરની કેટલીક અંગત સામાનની પણ હરાજી કરવામાં આવી છે. આમાં હિટલરના શેવિંગ મગ અને બીજી બધી પણ અંગત વસ્તુઓ સામેલ છે. આ ઉપરાંત, યુ.એસ. પેરાશૂટ રેજિમેન્ટના સૈનિક દ્વારા હિટલરનો દાંતિયો (Hairbrush) પણ લૂંટી લીધો હતો. આ હેરબ્રશમાં હાજર હિટલરના કેટલાક વાળની ​​હરાજી પણ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *