નવા વર્ષની શરૂઆત થતા જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો જોવા મળ્યો છે. આ વધારાના કારણે આટલા જ દિવસોમાં પેટ્રોલ-ડીઝલ 4 રૂપિયા સુધી મોંઘા થઈ ગયા છે. મોંઘા થઈ રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવ અત્યાર સુધીના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયા છે. આ દરમિયાન બુધવારે પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રી ધમેન્દ્ર પ્રધાન દ્વારા રાજ્યસભામાં એક લેખિત જવાબમાં કહેવામાં આવ્યું છે કે, કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલ પર લાગતા ટેક્સમાં કોઈ ઘટોડો કરશે નહીં.
પેટ્રોલિયમ મંત્રીએ કહ્યું કે, સરકારની પાસે પેટ્રોલ અને ડીઝલ પર લાગનારા ટેક્સને ઘટાડવાનો હજુ સુધી કોઈ પ્રસ્તાવ નથી. તેઓએ કહ્યું કે, પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ વધારવો કે ઘટાડવો તે સરકારની જરૂરિયાતો તેમજ માર્કેટની સ્થિતિ જેવી અનેક બાબતો પર નિર્ભર કરે છે.
માત્ર 3 દિવસના વધારાથી પેટ્રોલ અને ડીઝલ લગભગ 1 રૂપિયા સુધી મોંઘા થઈ ગયા છે. દિલ્હીમાં મંગળવાર અને બુધવારે પેટ્રોલ તેમજ ડીઝલના ભાવ વધવાથી 60 પૈસા પ્રતિ લીટરનો વધારો જોવા મળ્યો હતો. બીજી બાજુ આજે 25 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. ત્યારબાદ દિલ્હીમાં એક લીટર પેટ્રોલનો ભાવ 87.85 રૂપિયા થઈ ગયો છે. જો ડીઝલની વાત કરીએ તો આજે ડીઝલ 78.03 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.
પેટ્રોલ-ડીઝલની કિંમતમાં આગ લાગી
ગ્લોબલ માર્કેટમાં કાચુ તેલ આગ લગાવી રહ્યું છે. જેને કારણે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના કિંમતોમાં આગ લાગી રહી છે. કાચું તેલ સોમવારે 60 ડોલરને પાર જતુ રહ્યું હતું. જે જાન્યુઆરી 2020 બાદ વર્ષનું ઉચ્ચતમ સ્તર છે. સોમવારે કાચા તેલ 2 ટકાથી વધી ગયું છે. તો એક્સપર્ટસે અનુમાન લગાવ્યું છે કે, હવે તે 61 ડોલર સુધી જઈ શકે છે. જો આવું થયું તો પેટ્રોલ અને ડીઝલની કિંમતો ભવિષ્યમાં વધી શકે છે. જોકે, હજી ક્રુડની કિંમતો 58 ડોલરની આસપાસ સ્થિર છે.
4 મેટ્રો શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત:
દિલ્હી- પેટ્રોલ 87.85 રૂપિયા અને ડીઝલ 78.03 રૂપિયા પ્રતિ લીટર છે.
મુંબઈ- પેટ્રોલ 94.36 રૂપિયા અને ડીઝલ 84.94 રૂપિયા પ્રતિ લીટર છે.
કોલકાતા- પેટ્રોલ 89.16 રૂપિયા અને ડીઝલ 81.61 રૂપિયા પ્રતિ લીટર છે.
ચેન્નઈ- પેટ્રોલ 90.81 રૂપિયા અને ડીઝલ 83.18 રૂપિયા પ્રતિ લીટર છે.
આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો
પેટ્રોલ-ડીઝલના ભાવ દરરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે. ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકાય છે. એચપીસીએલ ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર વિદેશી કરન્સી દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ શું છે તેના આધારે થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા પછી આ ભાવ લગભગ બે ગણા થઈ જાય છે. નોંધનીય છે કે, રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. નવા દર સવારે 6 વાગ્યાથી જ લાગુ થઈ જાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle