પત્ની અવાર-નવાર એવું કરતી કે, આખરે પતિએ સાતમાં માળેથી કુદીને કરી આત્મહત્યા, જાણીને તમે પણ ચોકી જશો  

હાલમાં નરોડામાં રહેતા એક યુવકે પત્નીના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી હોવાના સમાચાર સામે આવ્યા છે. ત્યારબાદ નરોડા પોલીસે પત્ની વિરુધ આત્મહત્યાના દૂષપ્રેરણનો ગુનો નોંધીને પત્ની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં મૃતકની પત્ની વતનમાં રહેલી મિલકતનો ભાગ લઈ લેવા માટે વારંવાર ઝઘડો કરતી હતી. જે વાતને લઈને યુવકે ઘરના સાતમા માળેથી કુદીને આત્મહત્યા કરી લીધી હતી.

મૂળ મધ્યપ્રદેશના મોરેના જિલ્લાના રહેવાસી અને નવા નરોડામાં દેવનંદન સંકલ્પ સિટીમાં રહેતા શિવકાંત શર્મા પત્ની મોહિની સાથે છેલ્લા એક વર્ષથી રહેતો હતો. શિવકાંત વટવા જીઆઇડીસીમાં નોકરી કરતો હતો. ગઈ 21 ઓક્ટોબર 2020ના રોજ શિવકાંતે પોતાના ઘરે સાતમા માળેથી નીચે કુદીને આત્મહત્યા કરી લીધી હતી.

જોકે, આત્મહત્યા કરી લેવાનું કારણ 5 નવેમ્બરના રોજ શિવકાંતના મિત્રએ તેના ભાઈને જણાવતાં કહ્યું હતું કે, મકાનનો હપ્તો લેવા તે તેના ઘરે ગયો હતો. તે દરમિયાન બંને વચ્ચે ઝઘડો ચાલતો હતો. શિવકાંતે રસોડામાં જઈ ફ્રીઝમાંથી પાણીની બોટલ કાઢી અને પાણી પીધાં બાદ જમીન પર બોટલ ફેંકી દીધી અને દરરોજના આ ઝઘડા ખતમ કરી દઉં છુ તેમ કહી રસોડાની ગેલેરીમાંથી નીચે કુદીને આત્મહત્યા કરી હતી.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, પતિ શિવકાંતની આત્મહત્યાની આગળની રાતે બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. વારંવાર નાની-નાની વાતમાં ઝઘડા થતા હતા. આત્મહત્યાના બે દિવસ પહેલા પણ મોહિનીએ ઝઘડો કર્યો અને બે દિવસથી જમવાનું પણ ન બનાવ્યું હતું. ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, તે વતનમાં આવેલી મિલકતમાંથી ભાગ લઈ લેવા માંગતી હતી. જે અવારનવાર જ્યારે શિવકાંત તેના ભાઈને મળતો ત્યારે કહેતો હતો કે, મિલકતનો ભાગ લેવા મોહિની વારંવાર ઝઘડા કરે છે.

પત્નીના અવારનવાર માનસિક ત્રાસથી કંટાળીને પતિએ આત્મહત્યા કરી લેતાં તેના ભાઈ દ્વારા નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પરંતુ આરોપી પત્ની મોહિનીના પરિવાજનો આરોપ લગાવ્યો છે કે, ફરિયાદ કરનાર મૃતકનો ભાઈ દ્વારા ખોટો આરોપ લગાવી હેરાન કરે છે. મિલકતના ભાગ લઈ થતા ઝઘડાની ઘટના આક્ષેપ આરોપીના ભાઈએ નકાર્યા હતા. ઉલ્લેખનીય છે કે, મૃતક શિવકાંત અને આરોપી પત્ની મોહિની વર્ષ 2017માં પ્રેમસંબંધ થતા લગ્ન કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *