શનિવારે રાત્રે જાહેર સભા દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અચાનક સભા સંબોધતી વખતે સ્ટેજ પર બેભાન થઈ ઢળી પડ્યાં. તે દરમ્યાન વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં મહા મ્યુનિસિપલ ચૂંટણી માટે પ્રચાર કરી રહ્યા હતા. આ દરમિયાનમાં ભાષણ આપતી વખતે તે અચાનક બેહોશ થઈ ગઈ. ડોક્ટરોએ જણાવ્યું હતું કે, તાણના કારણે તેનું બ્લડ પ્રેશર ઓછું થયું હતું. હાલમાં તેની તબિયત સ્થિર હોવાનું જણાવાયું છે. યુ.એમ મહેતા હોસ્પિટલ ખાતે તેમને લવાઇ રહ્યા હતા.
મોડી રાત્રે અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં ECG, 2D, બ્લ્ડ ટેસ્ટ સહિતના રિપોર્ટ કરાયા હતા. જે નોર્મલ હતા. કોરોનાનો આરટીપીસીઆર રિપોર્ટ કરવામાં આવ્યો હતો જે આજે સવારે પોઝિટિવ આવ્યો છે. હાલમાં તેઓને સારવાર માટે યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરાયા છે. તેઓની પરિસ્થિતિ હાલ સ્થિર છે. કોઈ ચિંતા વાળી વાત ન હોવાનું યુએન મહેતા હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું છે.
આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો હતો. હાલ યુએન મહેતા હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. હાલમાં તેમની તબિયત સારી છે. ડોક્ટરે અન્ય લીધેલા તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા છે. તેમને કોરોનાના સિમ્સટોન જોવા મળી રહ્યા છે. તેમના એવા કોઈ બાહ્ય લક્ષણો પણ જોવા મળ્યા નથી. પરંતુ આરટીપીસીઆર રિપોર્ટમાં તેઓ કોરોના પોઝીટીવ જોવા મળ્યા છે.
આ પહેલા મુખ્યમંત્રી રૂપાણી 14 ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડોદરામાં એક સભા સંબોધી હતી. આ ચૂંટણી સભામાં મુખ્યમંત્રીને ચક્કર આવતા મુખ્યમંત્રી સ્ટેજ પર ઢળી પડ્યા હતા. ત્યાર બાદ મુખ્યમંત્રી સભા ટૂંકાવી રવાના થયા હતા. ત્યાર બાદ મુખ્યમંત્રીની તબિયત સારી થઈ ગઈ હતી.
Gujarat Chief Minister Vijay Rupani tests positive for #COVID19. He has been admitted to a hospital.
(File photo) pic.twitter.com/4wlVDiosMO
— ANI (@ANI) February 15, 2021
વ્યસ્ત ચૂંટણી કાર્યક્રમના કારણે બીપી લૉ થઈ ગયું હતું. તેઓ એક પછી એક ચૂંટણી સભા સંબોધી રહ્યા છે. જેને પગલે થાક અને તણાવના કારણે બીપી લૉ થયાની શક્યતા છે. યુ.એન.મહેતા હોસ્પિટલના ડોક્ટરે મીડિયાને જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીના તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા છે અને તેમને 24 કલાક ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે. થાક અને ડિહાઇડ્રેશનના કારણે તમને ચક્કર આવ્યા હતાં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle