રાત્રે માતાપિતા તેની દીકરીને પ્રેમી સાથે જોઈ ગયા અને પછી દીકરીએ કર્યું એવું કે…, જાણીને રુવાડા ઉભા થઇ જશે 

હાલમાં સુરતમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના અમરોલી વિસ્તારમાં શનિવારે મોડી રાતે એક છોકરી ધાબા પર તેના પ્રેમી સાથે ઉભી હતી. પરંતુ અચાનક…

હાલમાં સુરતમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના અમરોલી વિસ્તારમાં શનિવારે મોડી રાતે એક છોકરી ધાબા પર તેના પ્રેમી સાથે ઉભી હતી. પરંતુ અચાનક ત્યાં તેના માતા પિતા આવી પહોચ્યા તેથી ગભરાઈને તેણે ત્રીજામાળેથી નીચે કુદકો માર્યો હતો. જેના કારણે યુવતીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. યુવતીને તાત્કાલિક ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હૉસ્પિટલ ખસેડવામાં આવી હતી.

આ અંગે મળતી માહિતી મુજબ શનિવારે બમરોલી વિસ્તારમાં 19 વર્ષની યુવતી રાતે ત્રીજામાળેથી નીચે પડી ગઈ હતી. જેમાં પહેલા તો એવી વાત જાણવા મળી હતી કે, આ યુવતીને કોઇએ નીચે ધક્કો માર્યો છે પરંતુ પછી પોલીસ તપાસમાં એક અલગ જ હકીકત સામે આવી હતી. આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે શનિવારે રાત્રે સાડા બાર વાગ્યાની આસપાસ આ યુવતી તેના પ્રેમી સાથે ત્રીજા માળે ધાબા પર ઉભી હતી. યુવતીના માતાપિતાએ આ બંનેને સાથે જોઇ જતાં તે ડરી ગઇ. ત્યારબાદ તેણે નીચે કુદકો માર્યો અને પડી ગઈ. હાલમાં આ યુવતી સિવિલમાં સારવાર હેઠળ છે.

આ યુવતીને માથાના ભાગે અને ગુપ્ત ભાગમાં ઇજાઓ પહોચી છે. યુવતી જેની સાથે ધાબા પર ઉભી હતી તેની સાથે તેને પ્રેમ હોવાનું કબુલ કર્યું છે. હાલ આ બનાવ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ ઉપરાંત સૂરતમાં શનિવારે અન્ય એક યુવાને છઠ્ઠા માળેથી નીચે કુદકો માર્યો હતો. આ અંગે સ્મીમેર હોસ્પિટલમાંથી મળેલી માહિતી મુજબ મૂળ બિહારના મુઝફ્રરપુરના કાટીના વતની અને હાલમાં ઉન પાટિયા ખાતે મહેબુબ નગરમાં રહેતો 25 વર્ષનો મોહમ્મદ સદ્દામ હુસેન મોહમ્મદ અલી મૂદીન શેખ શનિવારે રાત્રે સારોલી પાસે આવેલ કુબેરજી વર્લ્ડમાં છઠ્ઠા માળે ફેબ્રીકેશનનું કામ કરતો હતો.

તે સમયે પેસેજમાં પગ લપસી જતા આકસ્મિક રીતે નીચે પડી જતાં ઇજા પહોચી હતી. તેને ગંભીર ઈજા થતાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ અંગે પુણા પોલીસે તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *