ગુજરાત સહિત ભારતમાં છેલ્લા ઘણા દિવસથી ધીમે ધીમે કોરોના વાયરસમાં રાહત મળી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે સુરતમાં ફરી એકવાર કોરોના વાયરસમાં વધારો જોવા મળ્યો છે. કોરોનાનો ગ્રાફ વધતા તંત્ર દ્વારા આકરા નિર્ણયો લેવામાં આવ્યા છે. સુરતમાં ફરી કોરોનાને કાબૂમાં લેવા માટે ફરી કડક કાર્યવાહીની સૂચના આપવામાં આવી છે. સુરતમાં કોરોનાનો ગ્રાફ વધતા મનપા કમિશ્નરે સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન નિર્ણય લીધા છે. માસ્કથી લઈને સોશિયલ ડિસ્ટન્સિંગ માટે ફરી કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે.
હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાનને ફક્ત ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ચૂંટણી વખતે શહેરમાં મોટો કોરોના વિસ્ફોટ ના થાય તેના માટે મતદાનના દિવસે પણ કોવિડના નિયમોનું પાલન કરાવવાના આદેશ આપવામાં આવ્યા છે. શહેરની એન્ટ્રીમાં ટેસ્ટિંગ સઘન કરવા પણ સૂચના અપાઈ છે.
અહી નોંધનીય છે કે, સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને દરેક પાર્ટીઓ ઘણા બધા કાર્યક્રમો યોજી રહી છે. રાજકીય પક્ષો રેલી કરી રહ્યા છે અને મતદાન પણ થવાનું છે ત્યારે કમિશનર દ્વારા મતદાનના દિવસે પણ કોરોનાના નિયમોનું પાલન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સાથે જ સુરતમાં ટેસ્ટિંગ સઘન કરવા પણ સૂચના અપાઇ છે. સુરત મનપા કમિશનરે કોરોના કાબૂમાં કરવા માટે ફરી કડક કાર્યવાહીની સૂચના આપી છે.
સુરત શહેરમાં કોરોના વાયરસના વધતાં કેસ વચ્ચે મનપા કમિશનરે ફરી કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો આવી રહ્યો છે અને સરકારે પણ રાત્રિ કર્ફ્યૂમાં રાહત આપી દીધી છે. પરંતુ ફરી એકવાર સુરત શહેરમાં કોરોના વાયરસે ચિંતા વધારી છે. સુરતમાં કોરોના વાયરસમાં ફરીવાર વધારો જોવા મળ્યો છે.
નોંધનીય છે કે, ભારતમાં છેલ્લા ઘણા દિવસથી મહારાષ્ટ્ર અને કેરળમાં કોરોના વાયરસના વધતાં કેસોએ ચિંતા વધારી છે. મહારાષ્ટ્રમાં તો લોકડાઉન લાગાવી દેવામાં આવશે તેવી અટકળોના કારણે જનતામાં ભયનો માહોલ છે ત્યારે સુરતમાં કોરોના ન વધે તે માટે કમિશનર દ્વારા મહત્વના આદેશ આપી દેવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle