અહિયાં 769 રૂપિયાનો ગેસ સીલીન્ડર ફક્ત 69 રૂપિયામાં મળી રહ્યો છે, જાણો કેવી રીતે મળશે લાભ?

રાંધણ ગેસ સિલિન્ડર શહેરથી લઈને ગામ સુધી દરેક ઘરમાં ઉપયોગમાં લેવામાં આવે છે. હાલમાં જ સરકારે એલપીજીના ભાવમાં 50 રૂપિયાનો વધારો કર્યો છે. ત્યારબાદ સબસીડી…

રાંધણ ગેસ સિલિન્ડર શહેરથી લઈને ગામ સુધી દરેક ઘરમાં ઉપયોગમાં લેવામાં આવે છે. હાલમાં જ સરકારે એલપીજીના ભાવમાં 50 રૂપિયાનો વધારો કર્યો છે. ત્યારબાદ સબસીડી વગરના 14.2 કિલોગ્રામના એલપીજી સિલિન્ડરની કિંમત વધીને 769 રૂપિયા થઈ ગઈ છે. આ મહિને ગેસ સિલિન્ડરની કિંમતોમાં આ બીજી વાર વધારો થયો છે. રાંધણ ગેસનો ભાવ પહેલા 25 રૂપિયા અને બાદમાં 50 રૂપિયા વધારાયો છે. પરંતુ હવે તમે આ મોંઘા સિલિન્ડરને માત્ર 69 રૂપિયામાં ખરીદી શકો છો. તો ચાલો જાણીએ કે કેવી રીતે આ ઓફરનો લાભ ઉઠાવી શકાય.

તમે પેટીએમથી પોતાનો એલપીજી સિલિન્ડર બુક કરીને 700 રૂપિયા સુધીનો કેશબેક મેળવી શકો છો. દેશના મોટાભાગના હિસ્સામાં જ્યાં એલપીજી સિલિન્ડર સબસીડી બાદ 700થી 769 રૂપિયાની વચ્ચે છે. એવામાં પેટીએમ ખાસ કેશબેકનો ફાયદો ઉઠાવીને તમે તેને ફક્ત 69 રૂપિયામાં ખરીદી શકો છો.

આવી રીતે ઉઠાવો ઓફરનો લાભ:
Step-1: જો આપના ફોનના Paytm App નથી તો પહેલા તેને ડાઉનલોડ કરો.
Step-2: હવે ફોન પર પેટીએમ ખોલો.
Step-3: ત્યારબાદ ‘recharge and pay bills’ પર જાઓ.

Step-4: હવે ‘book a cylinder’ (બુક એ સિલિન્ડર) ઓપ્શન ખોલો.
Step-5: ભારત ગેસ, એચપી ગેસ કે ઇન્ડેન પૈકી પોતાના ગેસ પ્રોવાઇડરની પસંદગી કરો.
Step-6: રજિસ્ટર્ડ મોબાઇલ નંબર કે પોતાનો LPG ID નોંધાવો.

Step-7: ત્યારબાદ આપને પેમેન્ટ ઓપ્શન જોવા મળશે.
Step-8: હવે પેમેન્ટ કરતાં પહેલા ઓફર પર ‘FIRSTLPG’ પ્રોમો કોડ નાખો

700 રૂપિયા સુધીનું આ કેશબેક પેટીએમ એપના માધ્યમથી પહેલીવાર એલપીજી ગેસ સિલિન્ડર બુક કરાવનારા ગ્રાહકોને જ મળશે. ગ્રાહક Paytm LPG Cylinder Booking Cashbackનો લાભ 28 ફેબ્રુઆરી 2021 સુધી જ લઈ શકે છે. આ ઓફર માટે પેટીએમ દ્વારા અનેક ગેસ કંપનીઓ સાથે કરાર કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *