હાલમાં એક એવો કેસ સામે આવ્યો છે જેમાં માતાપિતાએ જ તેમના બે બાળકોનું ગળું દબાવીને તેમની હત્યા કરી હતી. આ સિવાય બંનેએ તેમના અન્ય ચાર બાળકોને પણ મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેઓ આમાં સફળ થઈ શક્યા ન હતાં. માતા-પિતાએ તેમના બાળકોને કુલ 5 વખત મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ માતાપિતાએ તેમના બંને બાળકોની હત્યા કરી અને અન્ય બાળકોને મારવાનો પ્રયત્ન કર્યો હતો. તેઓએ આ કર્યું કારણ કે, તેઓ દુનિયાથી તેમના સંબંધોને છુપાવવા માંગતા હતા. તેણે વિચાર્યું કે જો બાળકો જ નહીં હોય તો તેમના સંબંધો જાહેર નહીં થાય. માર્યા ગયેલા બાળકોમાં ત્રિશન બારાસ અને બ્લેક બારાસનો સમાવેશ થાય છે. જ્યારે ત્રિશાનની હત્યા કરવામાં આવી હતી, ત્યારે તે 14 વર્ષનો અને બ્લેક 13 વર્ષનો હતો.
માતાપિતા ઉપર તેના બે બાળકોની હત્યા અને અન્ય બાળકોને મારવાનો પ્રયાસ કરવો તે કોર્ટમાં ગુનો સાબિત થયો હતો. ત્યારબાદ કોર્ટે તેને 35 વર્ષની જેલની સજા સંભળાવી હતી. માતાપિતાએ તેમના 6 બાળકોની હત્યાનું કાવતરું ઘડ્યું હતું અને 5 વખત તેમની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.
જાણવા મળ્યું છે કે, હવે સ્થાનિક વહીવટીતંત્રે મકાનને તોડી પાડવાનો નિર્ણય લીધો છે જેમાં માતાપિતાએ તેમના જ બાળકોની હત્યા કરી હતી. મકાન તોડવાની વાતથી સ્થાનિક લોકો ખુબ ખુશ છે. તેઓ માને છે કે, આવું કરવું એ મૃત બાળકોને સાચી શ્રદ્ધાંજલિ છે.
એક પાડોશીએ નામ ન કહેવાની શરતે યોર્કશાયર લાઇવને કહ્યું કે, આ ઘર ખૂબ જ ડરામણું છે. અમે તેની આસપાસ જવાથી પણ ડરીએ છીએ. અહીં માતા-પિતાએ તેમના જ બે બાળકોની હત્યા કરી હતી. જ્યારે કોઈ નવું અહીં આવે છે, ત્યારે તે આ ઘરને ખૂબ જ આશ્ચર્ય સાથે જુએ છે. લોકો સામાન્ય રીતે આસપાસ આવવાનું ટાળે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle