દરરોજ થતાં અકસ્માતો વચ્ચે ફરીવાર એક હિટ એન્ડ રનનો સનસનાટી ભર્યો કિસ્સો બહાર આવ્યો છે. જેમાં એક હાઇ સ્પીડ કારે બાઇકસવારને ટક્કર મારી હતી. જેના કારણે સાયકલ સવાર કારની છત પર પડ્યો અને તેનું મોત નીપજ્યું હતું. પરંતુ આશ્ચર્યજનક બાબત એ છે કે, કાર ચાલકે હજી પણ તેની કારની છત પર ડેડબોડી સાથે આશરે 10 કિ.મી. ચાલતો રહ્યો. બાદમાં તેણે કારની છત પરથી લાશને ફેંકી દીધી હતી.
રુપિંદર દીપ કૌર સોહીએ જણાવ્યું હતું કે, એક રાહદારીએ આ અકસ્માત અંગે માહિતી આપી હતી. સીસીટીવી ફૂટેજ તપાસ્યા બાદ આરોપી કાર ચાલકની ઓળખ ફતેહગઢના સાહિબ જિલ્લાના ખામાનોના નિર્મલ સિંહ તરીકે થઈ છે. તેણે શરીરને સની એન્ક્લેવ તરફ ફેંકી દીધું. મૃતકની ઓળખ શહેરના એરો સિટી વિસ્તારના રહેવાસી યોગેન્દ્ર મંડળ તરીકે થઈ છે.
હાલમાં આરોપી નિર્મલસિંહની ધરપકડ કરવામાં આવી છે. આઈપીસીની કલમ 279, 427, 304 અને 201 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર નિર્મલે પોતાની કારથી સાઇકલ સવાર યોગેન્દ્ર મંડળને ટક્કર મારી હતી. ટક્કરને કારણે યોગેન્દ્ર કૂદીને કારની છત પર પડી ગયો. પરંતુ નિર્મલ તેને રોકવાને બદલે કાર ચલાવતો જ રહ્યો. તેણે લગભગ 10 કિમી સુધી કાર ચલાવી. આ સમય દરમિયાન, કારની છત પર મંડળ પડેલો હતો. આ દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
પોલીસે જણાવ્યું કે, કાર ડ્રાઈવર નિર્મલસિંહ બુધવારે સવારે ઝીરકપુરથી સન્ની એન્ક્લેવ તરફ જઈ રહ્યો હતો ત્યારે તેણે એરપોર્ટ રોડ નજીક સાયકલ ચલાવનાર 35 વર્ષીય યોગેન્દ્ર મંડળને ટક્કર મારી હતી. ટક્કર બાદ આરોપી 13 રોડ ક્રોસિંગને પાર કરી ગયો હતો. પરંતુ કોઈએ મૃતદેહને કારની છત પર પડેલો જોયો નહી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle