ભાજપની યુવા નેતા કોકેઇનનો વેપલો કરતા પકડાયા- રિયા ચક્રવર્તી પાછળ પડનારું ગોદી મીડિયા આ નહિ બતાવે…

હાલમાં ચુંટણી પહેલા જ ભાજપની યુવા નેતા પામેલા ગોસ્વામીની શુક્રવારે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તે પોતાની કારમાં કોકીન લઇને જઇ રહી હતી. પોલીસે તેમના મિત્ર પ્રોબિર કુમાર ડેને પણ ન્યૂ અલીપુર વિસ્તારમાં એનઆર એવેન્યૂથી ધરપકડ કરી છે.

ભાજપના યુવા મોરચાની સુપરવાઇઝર અને હુગલી જિલ્લાની મહાસચિવ પામેલા ગોસ્વામીની કલકત્તાને ન્યૂ અલીપુરથી ઘણા લાખ રૂપિયાના કોકીન સાથે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ મહિલા નેતાની કારમાં મોટા પ્રમાણમાં અવૈધ ડ્રગ્સ મળી આવ્યા હતા. આ ઉપરાંત ભાજપના નેતાની પણ ન્યૂ અલીપુરથી ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસે પહેલાંથી જ ભાજપ નેત્રી પામેલાની ડ્રગની લત વિશે જાણકારી મળી હતી. તેની સાથે તેમના અંગત સહયોગી અને ભાજાપા નેતા પ્રબીર કુમાર ડેની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ચેકિંગ દરમિયાન ન્યૂ અલીપુરમાં રોડ પર તેમની કાર અટકાવી અને તેમની તલાશી લીધી. આ દરમિયાન પામેલાની બેગ અને કારમાંથી 100 ગ્રામ કોકીન મળી આવ્યું હતું.

જાણવા મળ્યું છે કે, પકડાયેલા કોકીનની કિંમત બજારમાં લાખો રૂપિયાની આસપાસ છે. તેમની સાથે કેંદ્રીય સુરક્ષા બલના જવાન પણ શામેલ હતા. જે તેમની સુરક્ષામાં તૈનાત હતા. પોલીસ સમગ્ર કેસની તપાસ કરી રહી છે. પોલીસ દ્વારા કારની તલાશી લેતાં લગભગ 90 લાખ રૂપિયાની નશીલી સામગ્રી જે કોકીન લાગે છે, જપ્ત કરવામાં આવી છે.

સોમનાથ કેંદ્રીય બળના જવાન છે. તે ધરપકડના સમયે પામેલા ગોસ્વામીની સાથે કારમાં હાજર હતા. કહેવામાં આવી રહ્યું છે કે, તે પામેલાની સુરક્ષામાં તૈનાત છે. આ મામલે ભાજપ તરફથી પ્રતિક્રિયા આવી છે.

ભાજપ સાંસદ લોકેટ ચેટર્જીએ કલકત્તામાં પશ્વિમી બંગાળ ભાજપ યુવા મોરચાની મહાસચિવ પામેલા ગોસ્વામીની ધરપકડ વિરૂદ્ધ આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. લોકેટએ કહ્યું કે, પોલીસે પામેલા ગોસ્વામીને ટીએમસીના ઇશારે ખોટા કેસમાં ફસાવવામાં આવી રહ્યા છે. લોકેટે એ પણ કહ્યું કે, પાર્ટી આ કેસને ગંભીરતાથી જોઇ રહી છે અને પાર્ટી આ ઘટનાનો સામનો કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *