હવેથી આ યોજના અંતર્ગત લગ્ન કરનાર મહિલાને આપવામાં આવશે 3 લાખની આર્થિક સહાય -જાણો સંપૂર્ણ માહિતી

કેન્દ્ર તથા રાજ્ય સરકારની કેટલીક યોજનાઓ અંતર્ગત આર્થિક મદદ કરવામાં આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક જાણકારી સામે આવી રહી છે. કર્ણાટકમાં રાજ્ય બ્રાહ્મણ વિકાસ બોર્ડના નિર્માણના એક વર્ષ પછી જાતિય લગ્ન વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને કુલ 2 યોજના લોન્ચ કરવામાં આવી છે.

પાયલટ પ્રોજેક્ટ હેઠળ લાવવામાં આવેલ આ 2 યોજનામાં ગરીબ બ્રાહ્મણોની સાથે લગ્ન કરનારને આર્થિક મદદની જાહેરાત કરવામાં આવી છે. જેમાં એક યોજના હેઠળ એવી બ્રાહ્મણ મહિલા કે જે ગરીબ પૂજારીની સાથે લગ્ન કરશે તો તેને કુલ 3 લાખ રૂપિયાનો બોન્ડ આપવામાં આવશે.

આની સાથે જ અન્ય એક યોજનામાં ગરીબ બ્રાહ્મણ મહિલાને કુલ 25,000 રૂપિયાની રોકડ રકમ આપવાની પણ યોજના અમલમાં મુકવામાં આવી છે. જો કે, આ યોજના હાલમાં પાયલટ પ્રોજેક્ટ અંતર્ગત છે. આની માટે આ યોજનાનો લાભ મેળવવાં માટે મર્યાદિત સંખ્યામાં લોકો ભાગ લઈ શકશે.

ભાજપના નેતા તથા કર્ણાટક રાજ્ય બ્રાહ્મણ વિકાસ બોર્ડના અધ્યક્ષ H.S. સચ્ચિદાનંદ મૂર્તિએ આ યોજના પર જણાવવામાં આવ્યું હતું કે, અમને બે યોજના અરૂંધતી અને મૈત્રેય લોન્ચ કરવાની મંજુરી મળી ગઈ છે. આની માટે ફંડ એકત્ર કરવામાં આવી રહ્યુ છે. જેથી અમે તેના નિયમો બનાવવા માટે મહેનત કરી રહ્યા છીએ.

ગરીબ બ્રાહ્મણોને મદદ કરવા માટે અમે આ પ્રયાસ કરી રહ્યા છીએ. અરૂંધતી યોજના હેઠળ કુલ 550 ગરીબ બ્રાહ્મણ મહિલાઓને તેમના લગ્ન માટે કુલ 25,000 રૂપિયા આપવામાં આવશે. જયારે મૈત્રૈય યોજના હેઠળ ગરીબ બ્રાહ્મણ પૂજારીની સાથે લગ્ન કરનાર 25 મહિલાને કુલ 3 લાખ રૂપિયાના બોન્ડ પણ આપવામાં આવશે.

આ બોન્ડ 3 વર્ષ સુધી મર્યાદિત રહેશે. શરૂઆતમાં આ યોજના એવી મહિલાઓ માટે શરૂ કરવાની હતી કે, જેઓ બ્રાહ્મણ અથવા નોકરની સાથે લગ્ન કરે છે. જો કે, રાજ્યનો સર્વે કરતા જાણવા મળ્યુ કે, સમગ્ર રાજ્યમાં ખુબ મોટી સંખ્યામાં બ્રાહ્મણ વર્ગ ગરીબી રેખાથી નીચે જીવન પસાર કરી રહ્યાં છે.

પૂર્વ મુખ્યમંત્રી H.D. કુમારાસ્વામીએ વર્ષ 2018-’19માં પોતાના કાર્યકાળમાં બ્રાહ્મણ વિકાસ બોર્ડનું નિર્માણ કરતા કુલ 25 કરોડનું બજેટ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારપછી ભાજપ સરકારે આવીને આ બોર્ડ બનાવ્યું હતું. હવે આ બોર્ડ અંતર્ગત 2 સ્કીમ લોન્ચ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *