રવિવારે બપોરે રેલવે બ્રિજની આગળ એક નહેરમાં તેજ ગતિએ આવતી કાર પડેલી મળી હતી. સાક્ષીઓએ જણાવ્યું કે, કાર નહેરમાં પડી જતા લગભગ 200 મીટર સુધી તરતી હતી. ડ્રાઈવરે કાચ ખોલીને પોતાને રસ્તા પરથી પસાર થતા લોકોને બચાવવા માટે વિનંતી કરી હતી.
માહિતી મળ્યા બાદ લગભગ અડધો કલાકમાં પોલીસ અને ડાઇવર્સ દ્વારા કાર ચાલકને બહાર કાઢવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં તે મૃત્યુ પામ્યો હતો. તેમને હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યો હતો. પોલીસે પંચનામા ભરીને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે.
રાજેન્દ્ર ત્યાગી તેના પુત્રો સચિન ત્યાગી, નીતિન ત્યાગી અને તરુણ ત્યાગી સાથે મોરેટા ગામમાં રહે છે. સૌથી નાનો પુત્ર તરુણ પત્ની લલિતા ત્યાગી, પુત્રી રિદ્ધિ અને ચાર વર્ષના પુત્ર સાથે રાજનગર એક્સ્ટેંશનની વીવીઆઈપી સોસાયટીમાં રહેતો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે, રવિવારે બપોરે 1:30 વાગ્યે તરુણ ત્યાગી પોતાની કારમાંથી ગંગહર ટ્રેક પરથી મસૂરી તરફ જઈ રહ્યા હતા.
રેલવે બ્રિજથી લગભગ એક કિમી આગળ તરુણ પહોંચ્યા બાદ કાર ઉછળીને કેનાલમાં પડી ગઈ. જાણવા મળ્યું છે કે, કેનાલમાં પડી ગયેલી કાર લગભગ 200 મીટર સુધી તરતી રહી. આ દરમિયાન બ્રિજ પરથી પસાર થઈ રહેલાં બાઇક સવારને જોતા યુવકે કારનો કાચ ખોલી તેને બચાવવા માટે બુમો પાડી હતી. જોકે, તે ટૂંક સમયમાં ડૂબી ગયો અને મૃત્યુ પામ્યો હતો.
સૂચના મળતાની સાથે જ પોલીસ ડાઇવર્સ સાથે ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ મથકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ અરવિંદ ચૌધરી પણ પીસીઆર વાન સાથે પહોંચ્યા અને કાર સવારને બચાવવા માટે નહેરમાં છલાંગ લગાવી દીધી હતી. આ ઉપરાંત પોલીસે ડાઇવર્સની મદદથી તરૂણને નહેરમાંથી બહાર કાઢયો હતો અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, કોઈ પ્રાણીને બચાવવાનો પ્રયાસ કરતી વખતે આ અકસ્માત થયો હતો. એસએચઓ અમિત કુમારે જણાવ્યું છે કે, પંચનામું ભરીને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી છે. કારને ક્રેનની મદદથી કેનાલમાંથી બહાર કાઢી હતી. આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર ઘટના ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદ જિલ્લાના મુરાદનગરમાંથી સામે આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle