સામાન્ય દેખાતા આ કોંગ્રેસી ધારાસભ્ય પાસેથી મળ્યા 7.5 કરોડ રોકડા રૂપિયા, થેલો ભરીને ભાગવાનો પ્રયત્ન કર્યો પણ…

આવકવેરા વિભાગને કોંગ્રેસનાં ધારાસભ્ય નિલય ડાગાનાંને 8 કરોડ રૂપિયા કેશ મળ્યા છે. ડાગા અને તેના ભાઈઓનાં ત્યાં ત્રણ દિવસથી દરોડા ચાલી રહ્યા હતા. શનિવારે રાત્રે એક વાગ્યે એક કર્મચારી બેગ લઇને ભાગવાનો પ્રયાસ કરતાં પકડાયો હતો. આ બેગ નોટોથી ભરેલી હતી. ત્યારબાદ આ પ્રકારની સમાન અન્ય બેગ પણ મળી આવી હતી.

મોટી સંખ્યામાં નોટોને જોતાં અનેક નોટ કાઉન્ટિંગ મશીનો લગાવવી પડી. લાંબી ગણતરી પછી આ રકમ આશરે 7.50 કરોડ થઈ હોવાનું જાણવા મળ્યું છે. ડાગા ભાઈઓ આ સંપત્તિનો કોઈ સ્રોત કહી શક્યા નહીં. તેથી વિભાગે તેને કબજે કરી. પ્રથમ બે દિવસમાં બેતુલ સહિત અન્ય સ્થળોએથી 60 લાખ રૂપિયાની રકમ મળી હતી. કુલ મળીને જપ્તીની રકમ 8.10 કરોડ હતી. વધારે રકમ હોવાને કારણે સોલાપુરની બે બેંકોની શાખાઓ રવિવાર હોવા છતાં પૈસા જમા કરાવવા માટે ખોલવામાં આવી હતી.

આવકવેરા વિભાગ ભોપાલના ઈન્વેસ્ટિંગ વિંગમાં અત્યાર સુધી હાથ ધરવામાં આવેલી કોઈપણ શોધમાં આટલી મોટી કેશ મળી નથી. વર્ષ 2019માં અશ્વિન શર્મા અને પૂર્વ મુખ્યમંત્રી કમલનાથના સહયોગીઓની શોધમાં લગભગ 12 કરોડ રૂપિયા કબજે કરવામાં આવ્યા હતા. પરંતુ આ દરોડા દિલ્હીના આવકવેરા વિભાગની ટીમે પાડ્યા હતા.

આવકવેરા વિભાગને એવા પુરાવા પણ મળ્યા છે કે, ડાગા કંપનીઓ હવાલા દ્વારા મોટી રકમ મોકલે છે અને માંગ કરે છે. વિભાગને ડર છે કે, હવાલા દ્વારા દેશના ઘણા શહેરોમાં પણ નાણાં વિદેશ મોકલવામાં આવ્યા છે. આ સાથે રોકડમાં પણ મોટી ચુકવણી કરવામાં આવી હતી. આ વ્યવહારો પણ 100 કરોડ રૂપિયાથી વધુની હોવાનું જાણવા મળ્યું છે.

24થી વધુ શેલ કંપનીઓએ 100 કરોડની આવક છુપાવી
સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે, નિલય ડાગા અને તેનો ભાઈ કોલકાતામાં 24 કંપનીઓ સાથે બોગસ ટ્રાન્ઝેક્શન કરી રહ્યા હતા. આ ઉપરાંત જાણવા મળ્યું છે કે, તેનો મુખ્ય હેતુ ટેક્સ ચોરી હતો. વિભાગને આવા સેંકડો દસ્તાવેજો પ્રાપ્ત થયા, જે સાબિત કરે છે કે ડાગાએ આ કંપનીઓમાંથી લાખો વ્યવહાર કર્યા છે. આ લેવડદેવડનું વેલ્યુએશન આશરે 100 કરોડ જેટલું થવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. આ સમગ્ર ઘટના મહારાષ્ટ્રનાં સોલાપુરની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *