હવે તો સુરતમાં અસામાજિક તત્વો સોસાયટીમાં ઘૂસીને કરી રહ્યા છે મારામારી અને પઠાણી ઉઘરાણી

ગુજરાત રાજ્યમાં ક્રાઈમનાં બનાવોમાં સતત વધારો થાય છે. વારંવાર મારામારી, ચોરી, લૂંટફાટ તેમજ હત્યા જેવા બનાવો બહાર આવે છે. છેલ્લા લાંબા સમયથી અસામાજિક તત્વોનો આંતક દિવસેને દિવસે વધી રહ્યો છે. લુખ્ખાતત્વોને પોલીસની બીક રહી જ ન હોય તેમ, રૂપિયાની લેતી દેતિમાં કાયદો હાથમાં લઇને રૂપિયાની ઉઘરાણી માટે એક સોસાયટીમાં જઇને મારા મારી સાથે હંગામો માચાવ્યો હતો. જોકે આ અસામાજિક તત્વોની દાદાગીરી સીસીટીવીમાં કેદ થઈ ગયા બાદ આ વીડિયો વાઇરલ થયો છે.

આજરોજ આવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી છે. સુરતના અમરોલી વિસ્તારમાં અસામાજિક તત્વોને કાયદાનો કોઈ પણ પ્રકારનો ડર ન હોય તેવી રીતે સોસાયટીની અંદર ઘરમાં ઘૂસીને બેફામ માર મારી રહ્યા છે. રૂપિયાની પઠાણી ઉગરાણી કરતા અને સોસાયટીમાં રહેતા લોકો સાથે છુટા હાથની મારામારી શરૂ થઈ ગઈ હતી. આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં એક સમય માટે દોડધામ મચી જવા પામી હતી. જોકે મારામારી કરી રહેલા આ અસામાજિક તત્વો દ્વારા જે મકાનમાં રૂપિયાની ઉગરાણી કરવા માટે ગયા હતા, તે ઘરની મહિલા સાથે પણ ઘરમાં મારા મારી કરી ઈસમો ભાગી છૂટ્યા હતા.

આ સમગ્ર સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. સોશિયલ મીડિયામાં સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ વાઈરલ થઈ રહ્યા છે. હાલમાં અમરોલી પોલીસ cctv ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ કરી રહી છે. રૂપિયા ની પઠાણી ઉઘરાણી કરી સોસાયટીની અંદર ઘરમાં ઘુસી બેફામ માર મારી રહ્યા છે. ઘટના સ્થળ ઉપર લોકો જમા થઈ ગયા હતા. અસામાજિક તત્વોએ લેડીસ ઉપર પણ હુમલો કર્યો હોવાનું cctv ફૂટેજમાં જોવા મળી રહ્યું છે.

સોસાયટીની અંદર ઘુસી આવેલા 2-3 અસામાજિક તત્વો બેફામ રીતે મારમારી રહ્યા છે. આવા લોકોને પોલીસ કે કાયદાઓનો પણ ડર રહ્યો નથી. અત્રે ઉલેખનીય છે કે, થોડા સમય પહેલા પણ આવી જેક ઘટના સામે આવી હતી. સુરત શહેરનાં ડિંડોલી વિસ્તારમાં આવેલ એક દુકાનમાં અસામાજિક તત્વોએ ઘુસી ગયા અને તોડફોડ કરી હતી.

જો કે, સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થયા પછી દુકાન માલિકે આ અસામાજિક તત્વો સામે ફરિયાદ કરતા પોલીસ દ્વારા દુકાનદારની ફરિયાદ લેવાને બદલે અસામાજિક તત્વોની ફરિયાદ લઈને દુકાનદાર પર કાર્યવાહી કરવાથી વિવાદ સર્જાયો છે. ગુજરાત રાજ્યનું સુરત એક જ એવું શહેર છે જ્યાં બધી વસ્તુનો ઝડપથી વિકાસ રહ્યો છે તે સમયે ઝડપથી વિકસતા સુરત શહેરમાં પોલીસ તેમજ કાયદાની બીક લોકોને ન હોય એવું લાગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *