હાલ છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં ચોરોની નવી ગેંગ સક્રિય થઈ છે. આ ગેંગ કારનો કાચ તોડી ચોરી કરે છે. આવો જ એક નવો કિસ્સો સામે આવ્યો છે. હોટલમાં ખાવા ગયેલા પરિવારની કારમાંથી ઝવેરાત અને કીમતી ચીજો ગાયબ થઈ ગઈ હતી. આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, ડેનિસ શેખ કંપનીની ટેક્સી ચલાવે છે. તેઓએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમના જણાવ્યા મુજબ 26 ફેબ્રુઆરીની રાત્રે તે પત્ની અને બાળકો સાથે બરોડાથી અમદાવાદ આવ્યો હતો. તે ખાનપુર વિસ્તારની હોટલ અરબીમાં જમવા ગયો હતો.
આ દરમિયાન તેની પત્નીએ તેની બેગ કારમાં મૂકી દીધી હતી. પાછા ફરતાં જોયું ત્યારે બેગમાંથી રોકડ રકમ ગાયબ હતી. કપડાથી ભરેલી બેગમાં સોનાના દાગીના અને 5,000 હજાર રૂપિયા રોકડા રાખવામાં આવ્યા હતા. જોકે, લગભગ એક કલાક પછી તે પાછો ફર્યો ત્યારે તેને બેગ તો મળી પરંતુ રોકડ અને ઘરેણાં મળ્યા નહી.
જ્યારે તેણે બેગની તપાસ કરી તો જાણવા મળ્યું કે, 5 લાખ 30 હજાર રૂપિયાના દાગીના અને 4,000 રૂપિયા રોકડ ગાયબ હતા. પોલીસ દ્વારા ફરિયાદ નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. નારણપુરા વિસ્તારમાં બે દિવસ પહેલા જેગુઆર ગાડીનો ગ્લાસ તૂટી ગયો હતો. અને રૂપિયા 30,000ની રોકડ અને કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજોની ચોરી થઈ હતી. આ ચોરીની ઘટના અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં બની હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle