ગુજરાત રાજ્યમાં અત્યાર સુધી ચુંટણીનો માહોલ ચાલી રહ્યો હતો. ગત રવિવારના રોજ નગરપાલિકાની ચુંટણી યોજાઈ હતી. જેનું પરિણામ ગઈકાલના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. ઘણા સમયથી ચુંટણી માટે રાજ્યમાં પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો હતો. આ દરમ્યાન ગુજરાતના પંચમહાલ જીલ્લા માંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે.
ગુજરાતમાં આવેલ પંચમહાલ જિલ્લામાં એક યુવતીએ કૂવામાં ઝંપલાવી દેતા નાના એવા ગામમાં ચકચાર મચી ગઈ હતી. શહેરાના તરસંગ ગામે ચૂંટણીની અદાવતે ભાજપ-કોંગ્રેસના સમર્થકો વચ્ચે તકરાર થઈ હતી. તરસંગ તાલુકા પંચાયતની બેઠક પર કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટણી લડી રહેલા મહિલા ઉમેદવારના સમર્થનમાં પ્રચાર માટે યુવતી જતી હતી. જેના કારણે આ મુદ્દા ઉપર યુવતીના પરિવારજનો સાથે ભાજપના કાર્યકરોએ તકરાર કરી હતી.
અત્રે ઉલેખનીય છે કે, પરિવારનો આરોપ હતો કે અવાર-નવાર યુવતીના પરિવારજનો સાથે ભાજપના કાર્યકરો તકરાર કરતા રહેતા હતા. આ તકરારમાં ભાજપના કાર્યકરો દ્વારા કોંગ્રેસના કાર્યકરોને બીભત્સ ગાળો તેમજ જાનથી મારી નાખવાની ધાક ધમકીઓ આપી હોવાના આરોપ લાગ્યો છે.
આ મુદ્દે યુવતીને લાગી આવતા યુવતીએ કૂવામાં ઝંપલાવ્યું હતું. જોકે, સમય સુચકતા વાપરી ગ્રામજનોએ યુવતીને કુવામાંથી બહાર કાઢી સારવાર માટે ગોધરા હોસ્પીટલમાં ખસેડી હતી. સમગ્ર તકરાર તેમજ આત્મહત્યા માટે મજબૂર કરનાર ભાજપના કાર્યકરો સામે પોલીસ ફરિયાદ ન નોંધતી હોવાનો પીડિત યુવતીના પરિજનો તેમજ કોંગી મહિલા ઉમેદવાર આક્ષેપ કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle