ફરીએકવાર સુરતમાં બેફામ ટ્રકે બાઈક સવાર યુવકને કચડી નાખ્યો, ઘટના સ્થળે જ મોત

હાલમાં અકસ્માતના વધતાં કેસોમાં ફરી એક અકસ્માતનો કેસ સામે આવ્યો છે જેમાં રિલાયન્સ મોલના એક કર્મચારીનું કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે બીજાને ગંભીર ઇજા પહોચી હતી. બાઇક સવાર બન્ને યુવાનોને આઇસર ટ્રકે અડફેટમાં લઈ ભાગવાનો પ્રયાસ કરતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. ભરબપોરે થયેલા અકસ્માતને લઇને ઘટના સ્થળે લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. એટલું જ નહીં પણ ઇજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક 108ની મદદથી સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. યુવક શ્યામકુમાર ગુપ્તાના મોતને લઈ પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. ઘટનાની જાણ બાદ પોલીસ ઘટના સ્થળે પહોચી અને ટેમ્પો ચાલકની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.

લાલમ ગુપ્તાએ જણાવ્યું હતું કે, શ્યામકુમાર રામદિન ગુપ્તા ગાંધી કુટીર BRC સામે ઉધનામાં રહેતા હતાં. તે રિલાયન્સ મોલમાં નોકરી કરતો હતો. આજે કર્મચારી મિત્ર સાથે નોકરી પર જતી વખતે ઉધના મઢીની ખમણી પાસે આઇસર ટ્રકે પાછળથી અડફેટે લેતા શ્યામનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. શ્યામના પિતા રામદિન મુંબઈમાં નોકરી કરે છે. ગુપ્તા પરિવાર મૂળ યુપી પ્રતાપગઢના રહેવાસી છે. બે વર્ષથી સતત નોકરીમાં વ્યસ્ત હોવાને કારણે તેઓ પોતાના વતન પણ જઈ શક્યા ન હતાં.

વધુમાં જણાવ્યું હતું કે, અકસ્માત બાદ ઉશ્કેરાયેલા લોકોએ ટ્રક ચાલકને પકડી મેથીપાક આપ્યો હોવાનું જાણવા મળ્યું છે. જોકે, ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. બીજી બાજુ ઇજાગ્રસ્ત મિત્રને લોકોએ 108ની મદદથી સારવાર માટે હોસ્પિટલ મોકલી દીધો હતો. હાલ આ અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ અકસ્માતની ઘટના સુરત શહેરના ઉધના વિસ્તારમાં બની હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *