મિત્ર સાથે સેલ્ફી લેવાના ચક્કરમાં ગુમાવવો પડ્યો જીવ, કેનાલમાં પગ લપસતા યુવાને લીધા અંતિમ શ્વાસ

હાલમાં અહી કેનાલમાં બે યુવકો ડૂબી જવાની ઘટના સામે આવી છે. મોબાઈલમાં સેલ્ફી લેતા સમયે બંને યુવાનો પાણીમાં ડૂબી ગયા હતા. જોકે, ત્યાં હાજર અન્ય એક યુવકની બુમો સાંભળી આસપાસના સ્થાનિકો દોડી આવ્યા હતા અને ફાયરબ્રિગેડ તેમજ પોલીસને જાણ કરી હતી. સ્થળે પહોંચેલી ફાયર ટીમ દ્વારા યુવાનોની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. જેમાં એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઉપરાંત અન્ય ડૂબનાર યુવકની શોધખોળ કરવામાં આવી રહી છે.

મળતી માહિતી મુજબ નર્મદા કેનાલમાં બે યુવકોનો ગરકાવ થઈ ગયો હતો. જેમાં એકનું મોત નીપજ્યું છે. જ્યારે અન્ય એક યુવકની શોધખોળ ચાલી રહી છે. આ ઘટના શુક્રવારે સવારે 9:30 વાગ્યા આસપાસની છે. તે દરમિયાન ત્રણ યુવકો નર્મદા કેનાલમાં અંદરના ભાગમાં બેસીને માછલાને ખાવાનું નાખતા હતા અને મોબાઇલમાં સેલ્ફી લઈ રહ્યા હતા અને સાથે વીડિયો પણ બનાવી રહ્યા હતા.

જોકે, સેલ્ફી લેતી વખતે મસ્તી કરવા જતા અચાનક પગ લપસ્યો અને બે યુવાનો કેનાલમાં પડી ગયાં હતા. તે સમયે ત્યાં હાજર ત્રીજા યુવકે બુમા બુમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પોલીસ તેમજ ફાયરબ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી. નર્મદા કેનાલમાં ડૂબનાર બે યુવાનોમાં એક યુવકનું નામ વિક્રમ મેગવાન અને બીજાનું નામ જ્યોતિ મેગવાન છે.

જાણવા મળ્યું છે કે, આ યુવકો મૂળ મધ્યપ્રદેશના રહેવાસી છે. તેઓ બે દિવસ પહેલા જ એક કંપનીમાં નોકરી લાગ્યા હતા. પરંતુ કેનાલની અંદરના ભાગમાં ઉભા રહીને સેલ્ફી લેવા અને વીડિયો બનાવવાના ચક્કરમાં આ યુવાનોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો. આ સમગ્ર ઘટના સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં નર્મદા કેનાલમાં બની હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *