દરેક સ્ત્રીને માતા બનવું એક સુખદ અહેસાસ હોય છે. પરંતુ, અનેક એવી મહિલાઓ છે જેઓ ઈનફર્ટિલિટી અને અન્ય કેટલીક સમસ્યાઓના કારણે ગર્ભાધાન કરી શકતી નથી. ઘણીવાર આ અંગે મહિલાઓ વાત કરવાથી અચકાતી પણ હોય છે. કેમ કે, આજે પણ કેટલાક દેશોમાં વાંઝિયાપણાને એક શ્રાપ માનવામાં આવે છે.
જો કે, આવી માન્યતાઓને દૂર કરવા માટે જ કેટલીક સેલિબ્રિટિઝે પોતાની ઈનફર્ટિલિટી વિશે વાત કરવાનું બીડું ઝડપ્યું છે. આ યાદીમાં નીતા અંબાણીનું નામ પણ સામેલ છે. ત્રણ સંતાનોના માતા નીતા અંબાણીને કન્સિવ કરવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. એક ઈન્ટરવ્યૂમાં 55 વર્ષીય નીતા અંબાણીએ કહ્યું હતું કે, તેઓ હંમેશા માતૃત્વ ધારણ કરવાનું સ્વપ્ન જોતા હતા.
તેઓ ઈચ્છતા હતા કે, તેઓ પણ માતા બને અને બાળકોને ગોદમાં રમાડે. પરંતુ તેમની માતૃત્વ ધારણ કરવાની સફર એટલી આસાન ન હતી. ફક્ત 23 વર્ષની વયના હતા ત્યારે નીતા અંબાણીને ડોક્ટરે કહી દીધું હતું કે, તેઓ ક્યારેય ગર્ભ ધારણ નહીં કરી શકે. આ વાત સાંભળીને તેઓ સંપૂર્ણપણે તૂટી ગયા હતા.
નીતા અંબાણીએ કહ્યું કે, લગ્નના થોડા વર્ષ પછી તેમને ડોક્ટરે કહ્યું કે તેઓ ક્યારેય માતા નહીં બની શકે. નીતા અંબાણીએ કહ્યું કે, સ્કૂલમાં તેમણે માતા બનવા અંગે એક નિબંધ લખ્યો હતો અને 23 વર્ષની ઉંમરે તેમને કહેવામાં આવ્યું કે, તેઓ ક્યારેય ગર્ભ ધારણ નહીં કરી શકે.
નીતા અંબાણીએ કહ્યું કે, આ સાંભળીને તેઓ હચમચી ગયા હતા. જોકે તેમના નજીકના પારિવારિક મિત્ર ડો. ફિરુઝા પારિખની મદદથી તેઓ પ્રથમવાર જોડિયા બાળકોની માતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરી શક્યા. સાત મહિનાની પ્રેગનન્સીમાં જ નીતા અંબાણીને જોડિયા બાળકોની ડિલિવરી થઈ હતી. ખુશીની વાત એ હતી કે, તેના ત્રણ વર્ષ પછી નીતા અંબાણીએ નેચરલી કન્સિવ કર્યુ હતું.
અનેક મુશ્કેલીઓ બાદ નીતા અંબાણીને માતા બનવાનું સુખ તો મળ્યું પરંતુ તેમના બંને બાળકોનો જન્મ ડ્યુ ડેટ કરતાં બે મહિના અગાઉ થઈ ગયો હતો. સાત મહિનાની પ્રેગનન્સીમાં જ નીતા અંબાણીને ડિલિવરી થઈ હતી. ખુશીની વાત એ હતી કે, તેના ત્રણ વર્ષ પછી નીતા અંબાણીએ નેચરલી કન્સિવ કર્યુ અને તેમણે એક પુત્રને જન્મ આપ્યો, જેનું નામ તેમણે અનંત અંબાણી રાખ્યું.
નીતા અંબાણીના પુત્રી ઈશા અંબાણીએ થોડા મહિના અગાઉ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તેઓ અને તેમના જોડિયા ભાઈ આકાશ આઈવીએફ બેબી છે. માતાપિતાના લગ્નના સાત વર્ષ પછી તેમના માતા નીતા અંબાણી આઈવીએફ ટેકનોલોજીની મદદથી માતા બન્યા હતા.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે નીતા અંબાણીની આ વાતથી મહિલાઓ સમજી શકે છે કે, ક્યારેય જીવનમાં હાર ન માનવી જોઈએ. એક રસ્તો બંધ હોય તો બીજો રસ્તો જરૂર મળી શકે છે અને એવી કોઈ સમસ્યા હોતી નથી કે જેનો ઉકેલ ન મળી શકે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle