GIDC પર ત્રાટક્યા તસ્કરો: એકસાથે આટલી દુકાનો તૂટ્યા તાળા અને…

હાલમાં જીઆઇડીસી સામે આવેલ એક કારખાનામાં રાત્રીના સમયે કોઈક અજાણ્યા શખ્સે ઓફિસની બારીની લોખંડ ની ગ્રીલ તોડી પ્રવેશ કરી ટેબલના ડ્રોવરમાં રહેલ રોકડા 85,000 લઈને…

હાલમાં જીઆઇડીસી સામે આવેલ એક કારખાનામાં રાત્રીના સમયે કોઈક અજાણ્યા શખ્સે ઓફિસની બારીની લોખંડ ની ગ્રીલ તોડી પ્રવેશ કરી ટેબલના ડ્રોવરમાં રહેલ રોકડા 85,000 લઈને ભાગી જવાની ઘટના બની હતી. આ સાથે તસ્કરો એ અન્ય સાત જેટલી જગ્યા પર ચોરીનો પ્રયાસ કર્યો હતો.

મળતી માહિતી મુજબ અશ્વિનભાઈ બાબુભાઇ પંચાલ જીઆઇડીસીમાં ઓનેસ્ટ એન્જીનિયરિંગ વર્ક્સ નામનું કારખાનું ચલાવે છે અને પેપર મશીનરી પ્રોડક્ટ્સ બનાવે છે. તેઓ શુક્રવારે સાંજે 6 વાગ્યા આજુબાજુ પોતાનું કારખાનું બંધ કરી ઘરે ગયા હતા. શનિવારે સવારે તેમનો મેનેજર મોતીભાઈ મોર્યા કારખાને આવ્યો ત્યારે ઓફીસનો સામાન વેરવિખેર પડેલ જોતા એણે અશ્વિનભાઈને જાણ કરી હતી. તેઓ કારખાના ખાતે દોડી જઇ તપાસ કરતા કોઈક અજાણ્યા શખ્સો કંપનીની ઓફિસની પાછળ આવેલ બારીની લોખંડની ગ્રીલ તોડી ઓફિસમાં પ્રવેશ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.

આ ઈસમોએ ઓફિસમાં ટેબલના ડ્રોવરનો લોક તોડી તેમાં રહેલ વકરાના રોકડા 85,000ની રકમ તફડાવી લીધા બાદ ભાગી ગયા હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે બારડોલી પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ પર પહોંચી ઈસમોને પકડવાના પ્રયાસ શરૂ કર્યા હતા. આ ઘટના અંગે બારડોલી પોલીસ મથકે 85,000ની ચોરી અંગે અજાણ્યા ઈસમ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

જીઆઇડીસીમાં કારખાનાંમાંથી રોકડા 85000 ચોરાયા હતા. સાથોસાથ અન્ય સાત ઠેકાણે પણ તાળા તોડી ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમાં યામાહા કંપનીના શો-રૂમનું, સુમિત શાહના આરઓ સિસ્ટમની ઓફિસનું, કેયુર પટેલના ન્યુ યુવા વોટરની ઓફિસનું તાળું તોડવામાં આવ્યું હતું. આ ઉપરાંત બાગાયત મંડળીની ઓફિસનું તાળું અને ફિલ્ટર પ્લાન્ટના દરવાજાનું તાળું તોડવામાં આવ્યું હતું. જ્યારે એક શોરૂમની પાછળ આવેલ લોખંડની ગ્રીલ પણ ચોરટાઓ દ્વારા તોડવામાં આવી હતી. જોકે જાણવા મળું છે કે, આ તમામ સ્થળોએથી ખાસ કોઈ મત્તાની ચોરી થઈ ન હતી.

જીઆઇડીસીમાં ગઈ 13મી જાન્યુઆરીએ પણ નવ જેટલી દુકાન અને શોરૂમના તાળા તૂટ્યા હોવાની ઘટના સામે આવી હતી. એ સમયે પણ પોલીસ મથકે રોકડા અને ચાંદીના સિક્કા મળી કુલ 94,000ની મત્તાની ચોરી સંદર્ભે ફરિયાદ નોંધાઇ હતી. આમ માત્ર એક માસના ટૂંકા ગાળામાં તસ્કરો ફરી ત્રાટક્યા હતા.

જીઆઇડીસીમાં ત્રાટકેલા તસ્કરોએ રોકડ રકમની ચોરીને અંજામ આપ્યો હતો. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. જીઆઇડીસીની એક ઓફીસમાં વહેલી સવારે 3:57 વાગ્યે પ્રવેશેલા ચાર જેટલા બુકાનીધારી તસ્કરો ટેબલના ડ્રોવરમાં રોકડ રકમ શોધવા ખાખા-ખોળા કરતા કેમેરામાં કેદ થયા હતા. આ સમગ્ર ચોરીની ઘટના બારડોલી નજીક આવેલ તેન ગામે બની હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *