હાલ આપને સૌ જાણીએ જ છીએ કે, કોરોના સંક્રમણને કારણે રાત્રે 12થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લગાવવામાં આવ્યુ છે. આ દરમિયાન કર્ફ્યૂમાં પણ તલવાર વડે જાહેરમાં કેક કાપવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. એવામાં જાણવા મળ્યું છે કે, બે દિવસ પહેલા એક યુવકનો જન્મ દિવસ ઉજવવામાં આવ્યો હતો.
અમદાવાદ શહેરમાં જાહેર રસ્તા પર સંગીતના તાલે યુવકે તલવાર વડે કેક કાપી હતી. આ દરમિયાન તેના મિત્રો પણ ત્યાં હાજર હતાં. કેક કટિંગનો આ વીડિયો વાયરલ થતાં જ પોલીસે તાત્કાલિક કામગીરી કરીને જન્મ દિવસ ઉજવનાર સહિતના સાત લોકોને પકડી લીધા હતાં. આ ઉપરાંત પોલીસ દ્વારા કેક કટિંગ કરવામાં વાપરવામાં આવેલી તલવાર પણ જપ્ત કરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, 6 માર્ચે રાત્રે બાર વાગ્યાની આસપાસ કરણ નામના યુવકના જન્મ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉજવણી દરમિયાન કરણએ તલવાર વડે કેક કટ કરીને પોતાના જન્મ દિવસની ઉજવણી કરી હતી.
જોકે, તેના દરેક મિત્રોમાંથી એક મિત્રએ આ ઘટનાનો વીડિયો બનાવ્યો હતો અને સોશિયલ મીડિયામાં મુકતાં જ તે વાયરલ થયો હતો. શહેરમા કોરોનાને કારણે રાત્રે 12થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ હોવાથી વાયરલ થયેલા વીડિયો પોલીસ સુધી પહોંચતા પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ત્યારબાદ પોલીસ દ્વારા આજે કરણને પકડ્યો હતો. આ ઉપરાંત પ્રદીપ લક્ષ્મણભાઈ સોલંકી, રાજદીપ મહેશભાઈ સોલંકી, સહયોગ પરમાર, સાગર પરમાર, ધવલ કાપડીયા અને પ્રજ્ઞેશ સોલંકીને પકડી પાડીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ઘટના અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં સ્થિત ઝાંઝરકા કોલોનીના ગેટ પાસે બની હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle