આંધ્રપ્રદેશમાં ગરોળીને ભગાવવાને કારણે એક પોલીસ અધિકારીએ જીવ ગુમાવ્યો છે. ગયા રવિવારે રાત્રે 7.30 વાગ્યે આ અકસ્માત સર્જાયો હતો. મૃતક પોલીસ અધિકારીની ઓળખ સર્કિલ ઓફિસર શેષા રાવ તરીકે થઈ હતી. શેષા રાવ પોતાની પોસ્ટની રાહ જોઈ રહ્યા હતા. અને અચાનક આ ઘટના સર્જાઈ હતી.
સીસીટીવીમાં કેદ થયેલી આ ઘટનામાં, જોઈ શકાય છે કે રાવ હાથની સાવરણી લઇને ઘરની દિવાલ પરથી ગરોળીને હટાવવા પ્રયાસ કરી રહ્યા છે. તે જ સમયે, તેનું સંતુલન બગડે છે અને તે બીજા માળેથી નીચે પડે છે. CCTVમાં આ ઘટના કેદ થઇ છે. અને હાલ સોસીયલ મીડિયામાં વાયરલ પણ થઇ છે.
સીસીટીવી ફૂટેજમાં સાફ-સાફ દેખાય છે કે શેષા રાવ તેની પત્ની સાથે ઓરડાની બહાર ચાલ્યા ગયા છે. અને ત્યાંની છત પર ગરોળી દેખાય છે, પછી સાવરણી લઈને પોલીસ અધિકારી ગરોળી ભગાવવા માટે સાવરણી લઈને ઉપર ચડે છે. ગરોળીને ભગાવવા પોલીસ અધિકારી સીડી ચડે છે અને ગરોળીને ભગાવવાના પ્રયાસો કરી રહ્યા હતા અને અચાનક બીજા માળેથી તે નીચે પડે છે.
નીચે પડતા જ પોલીસ અધિકારી ગંભીર રીતે ઘાયલ થઇ જાય છે. નીચે પડતા જ લોકો ભેગા જાય છે અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ડોકટરોના તમામ પ્રયત્નો છતાં તેઓ બચાવી શક્યા નહીં. પોલીસ ઓફિસરનું સોમવારે હોસ્પિટલમાં નિધન થયું હતું. પોલીસ અધિકારીના મોતથી પરિવાર શોક વ્યક્ત કરી રહ્યો છે.
સ્થાનિક પોલીસે સીઆરપીસીની કલમ 174 હેઠળ કેસ નોંધી તપાસ હાથ ધરી છે. આ અકસ્માતથી રાવનો પરિવાર અને મિત્રો આઘાતમાં છે અને રોઈ રોઈને દરેકની ખરાબ હાલત છે. આ ઘટના લોકોને જાણ થતા લોકોમાં ચર્ચાનો વિષય બની હતી.
#AndhraPradesh: A police inspector falls to death chasing lizard in #Guntur district.
He slipped from the staircase while trying to chase away a lizard at his residence. pic.twitter.com/EYrQ1UWFS7— Sumit | सुमित (@sumitjha__) March 9, 2021
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle