અહિયાં ફિલ્મીઢબે એક કુકડાએ કરી નાખી તેના માલિકની હત્યા- સમગ્ર ઘટના જાણી ચોંકી ઉઠશો

હાલમાં એક વિચિત્ર ઘટનામાં કૂકડાના હૂમલા બાદ એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતુ. જે પછી કૂકડાને પોલીસ કસ્ટડીમાં બંધ કરી દેવામાં આવ્યો છે. આ ઘટના કૂકડાની લડાઈ યોજવા દરમિયાન બની હતી. લડાઈમાં ભાગ લેવા માટે લવાયેલા કૂકડાના પગમાં ધારદાર છરી બાંધેલી હતી. અચાનક છૂટેલા કૂકડાએ લડાઈ જોવા આવેલી 45 વર્ષની વ્યક્તિ પર હૂમલો કરતાં તેનું મોત નીપજ્યું હતુ.

લડાઈ દરમિયાન લાવવામાં આવેલો એક કૂકડો અચાનક પકડમાંથી છુટી ગયો હતો અને તેના પગમાં ધારદાર છરી બાંધેલી હતી. આ કૂકડાએ સતિષ નામના વ્યક્તિ પર હૂમલો કર્યો હતો અને તેની જાંઘમાં ઊંડા ઘા પડયા હતા. જેના કારણે લોહી વહેવા માંડયું હતુ.

આ દરમિયાન સતિષને લોહી નિંગળતી હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતુ. ત્યારબાદ કૂકડાની લડાઈ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે પોલીસે એક વ્યક્તિની સાથે કૂકડાને પણ પકડી લીધો હતો અને તેને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો.

જ્યાં હાલમાં તેને બાંધી રાખવામાં આવ્યો છે અને તેને દાણાં-પાણી પણ પૂરા પાડવામાં આવી રહ્યા છે. પોલીસ સ્ટેશનના એસએચઓ બી.જીવને જણાવ્યું કે, અહી પક્ષીની ધરપકડ કે અટકાયત થતી નથી. હાલમાં અમે તેને અમારી પાસે રાખ્યો છે. હવે કોર્ટમાં તેને રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ શું કરવું એ જજ દ્વારા નક્કી કરવામાં આવશે. આ ઘટના તેલંગાણામાં બની હોવાનું સામે આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *