હાલમાં દિવસેને દિવસે આત્મહત્યાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન ફરી એકવાર આત્મહત્યાનો એક ચોકાવનારો કેસ સામે આવ્યો છે. વડોદરાના વડોદરાના માણેજા વિસ્તારમાં પરિણીતાએ સાતમાં માળેથી પડતું મૂકી મોતને વ્હાલુ કરી લીધું હતુ. કુલરમાં પાણી નાખવા બાબતે પતિ સાથે થયેલા ઝઘડામાં પત્નીએ આપઘાત કરી લીધો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, 2 દિવસ અગાઉ કરોડિયા ગામ પાસે આવેલી આમ્રપાલી સોસાયટીના યુવાને પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
ગુજરાતમાં CM રૂપાણીનું શહેર ગણાતું એવું વડોદરા શહેરના માણેજા વિસ્તારમાં આવેલા બાકેરી ફ્લેટમાં ત્રણ વર્ષ પહેલા સૌરભ દેશમુખ અને તેમના પત્ની વૈશાલીબેન રહેવા માટે આવ્યા હતા. સૌરભ શહેર નજીકની એક ખાનગી કંપનીમાં ફરજ બજાવે છે. સૌરભ અને વૈશાલીના સાડા ત્રણ વર્ષ અગાઉ લગ્ન થયા હતા. લગ્ન બાદ દંપતી વડોદરા સ્થિત માણેજા ખાતેના બાકેરી ફ્લેટમાં રહેતુ હતુ. બુધવારે મોડી રાત્રે દંપતી વચ્ચે સામાન્ય બોલાચાલી થતાં પત્નીએ સાતમાં માળેથી ઝંપલાવી આપઘાત કરી લીધો હતો.
પતિ-પત્ની વચ્ચે માત્ર પાણી નાખવા બાબતે બોલાચાલી
રાત્રિના લગભગ અઢી વાગ્યાના અરસામાં બનેલી આ ઘટના અંગે વૈશાલાના પતિ સૌરભ પણ અજાણ હોવાનુ જાણાવા મળી રહ્યું છે. તેવામાં ફ્લેટમાં રહેતા લોકોને બનાવની જાણ થતાં તેઓ તાત્કાલિક દોડી આવ્યાં હતા. દરમિયાન ઘટના અંગે મકરપુરા પોલીસને જાણ કરાતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જેમાં સૌરભ અને વૈશાલી વચ્ચે કુલરમાં પાણી નાખવા બાબતે બોલાચાલી થઇ હતી. જે બાબતનું વૈશાલીને લાગી આવતા તેણીએ સાંતમાં માળેથી કૂદીને આપઘાત કરી લીધો હોવાનુ જાણવા મળ્યું છે.
સામાન્ય રીતે આપઘાત જેવા કિસ્સાઓની તપાસ પી.આઇ અથવા તો પી.એસ.આઇ કક્ષાના અધિકારીઓ દ્વારા કરવામાં આવતી હોય છે, પરંતુ, આ બનાવની તપાસ ખુદ ડીસીપી ડો. કરણરાજ વાઘેલા કરી રહ્યા છે, ત્યારે આ બનાવમાં પરિણીતાએ કયા કારણોસર જીવન ટુંકાવ્યું તેનુ ચોંકવનારૂ કારણ બહાર આવે તેવી શક્યતાઓને નકારી શકાય નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle