ટ્રક અને ખાનગી બસ વચ્ચે ટક્કર થતા સર્જાયો ભયંકર અકસ્માત, 5 ના મોત અને 12 ઘાયલ 

હાલ અકસ્માતના કેસોમાં સતત વધારો જોવા મળ્યો છે. આ દરમિયાન ફરીવાર એક ટ્રક અને ખાનગી બસમાં સામ-સામે અથડામણ થતા 5 લોકોનાં મોત નીપજ્યાં હતાં અને 12 લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતનો અવાજ સાંભળતા જ આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. લોકોએ એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરી.

પ્રાથમિક માહિતી અનુસાર, નેશનલ હાઇવે 11 પર એક ખાનગી બસમાં એક પરિવારના સભ્યો દિલ્હીથી જેસલમેર તરફ જઇ રહ્યા હતા. ત્યારે ટ્રક સાથે બસનો ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ઝડપી હતો કે બસનો ભુક્કો બોલી ગયો હતો. આ દરમિયાન ઘણાય મુસાફરો બસની સીટમાં ફસાયેલા જોવા મળ્યા હતા.

મળતી માહિતી મુજબ, અકસ્માત પછીનું દ્રશ્ય એટલું ભયંકર હતું કે, લોકોની આત્મા કંપી ઉઠી હતી. અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તમામ ઇજાગ્રસ્તોને સ્ટેટ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. જ્યાંથી તમામ ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર બાદ બિકાનેર રિફર કરવામાં આવ્યા છે. 5 મૃતદેહોને પોલીસે કબજે કર્યા છે અને અકસ્માતનાં કારણોની તપાસ કરવામાં આવી રહી છે.

અકસ્માત અંગેની માહિતી મળતાં સીએમ ગેહલોતે અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે ટ્વીટ કર્યું હતું કે, રાજસ્થાનના જોધપુરના બાપ વિસ્તારના ગાડના ગામ નજીક એનએચ-11 પર માર્ગ અકસ્માતમાં પાંચ લોકોનાં ખૂબ જ દુ:ખદ મોત થયા છે. ભગવાનને પ્રાથના છે કે, ભગવાન આ મુશ્કેલ સમયમાં તેમનો સાથ આપે, અપંગ લોકોની આત્માને શાંતિ પ્રદાન કરે. ઇજાગ્રસ્તોને ઝડપથી સ્વસ્થ કરે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *