ગુજરાત રાજ્યમાં ચુંટણીઓ પૂરી થતા કોરોનાનાં કેસમાં ફરી એકવખત ઝંગી વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે સૌથી વધુ કોરોનાના કેસ સુરતમાં સામે આવી રહ્યા છે. કોરોનાનાં વધતા કેસોને લઈને સુરત (Surat) મનપા કમિશ્નર દ્વારા તાજેતરમાં કોવિડ 19 નાં નિયમોની કડક અમલવારી સાથે બહારથી આવનારા લોકોનાં પણ કોરોના ટેસ્ટની તાકીદ કરી હતી.
ગઈકાલના રોજ સુરતમાં કોરોનાના કેસ 196 નોંધાયા છે. સુરતમાં કોરોનાનો રાફડો ફાટતા તંત્ર દોડતું થઈ ગયું છે. સુરતમાં 45 દિવસ બાદ ફરી એકવાર કોરોનાને લીધે 1 દર્દીનું મોત નીપજ્યું હતું. વેસુના 82 વર્ષના વૃદ્ધનું શુક્રવારે કોરોનાને લીધે મોત નિપજ્યું હતું. છેલ્લે 25મી જાન્યુઆરીના રોજ કોરોનામાં આખરી મોત નીપજ્યું હતું. શુક્રવારે શહેરમાં નવા 183 અને જિલ્લામાં નવા 13 કેસ સામે આવતા અત્યાર સુધીમાં કુલ 55387 લોકો કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે. આ સાથે કુલ મૃતાંક 1138 પર પહોંચ્યો છે.
સુરતમાં વધતા કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સુરતમાં મોટા મોલ્સ અને શોપિંગ સેન્ટર બંધ કરાયા છે. ખાસ કરીને શાળા–કોલેજોમાં કોરોના ટેસ્ટિંગની કામગીરી યુદ્ધના ધોરણે શરુ કરી દેવામાં આવી છે. શુક્રવારે સુરતની 37 શાળા- કોલેજોમાં વિધાર્થી-કર્મચારીઓનું ટેસ્ટિંગ કરાયું હતું.
સુરતમાં શાળાઓ (School) સુધી કોરોના પહોંચી જતા શાળા સંચાલકો, શિક્ષકો, વિદ્યાર્થીઓ (Students) તેમજ વાલીઓમાં કોરોનાનો ફફડાટ જોવા મળી રહ્યો છે. સુરમાં 15 વિદ્યાર્થી અને 5 શિક્ષકો (Teachers) કોરોના પોઝિટવ (Corona Positive) આવ્યા છે. સુરતના સેન્ટ્રલ ઝોનમાં 2 વિદ્યાર્થીઓ (Students) પોઝિટિવ આવ્યા છે. રાંદેર ઝોનમાં 1 વિદ્યાર્થી અને 1 શિક્ષક પોઝિટિવ આવ્યા છે. વરાછા એમાં 2 વિદ્યાર્થી અને 3 શિક્ષક (Teachers), અઠવામાં 1 શિક્ષક અને 1 વિદ્યાર્થી, લિંબાયતમાં 3 અને કતારગામમાં 4 વિદ્યાર્થીઓ પોઝિટિવ (Corona Positive) આવ્યા છે.
સુરતમાં હોળી -ધુળેટીના જાહેર કાર્યક્રમો રદ કરાયા
સુરતમાં હોળી -ધુળેટીના જાહેર કાર્યક્રમો રદ કરાયા છે. પાલિકા કમિશ્નરની અલગ અલગ સમાજના આગેવાનો જોડે બેઠક મળી હતી. આ બેઠકમાં નિર્ણય લેવાયો હતો. સુરતમાં કોરોનાની સ્થિતિ ફરી ગંભીર બનતા નિર્ણય કરાયો. સુરતમાં દર વર્ષે હોળી-ધૂળેટીના મોટી સંખ્યામાં જાહેર કાર્યક્રમો થતા હોય છે.
જોકે, આ વર્ષે કોરોના મહામારીને કારણે કાર્યક્રમો પર રોક લાગી છે.સુરતમાં કોરોના એ ફરી એક વખત માથું ઉંચકતા તંત્ર ચિંતિત બન્યું છે. મોલ અને કોમ્પેલક્ષ જેવા સ્થળો પર વિકેન્ડના દિવસે ભારે ભીડ એકત્ર ના થાય તે માટે શહેરના ડુમસ રોડ પર આવેલ મોલ ને બંધ રાખવા આદેશ કરવામાં આવ્યા છે. જેના પગલે આજ અને આવતીકાલે ડુમસ રોડ પર આવેલ અલગ અલગ મોલને બંધ રાખવાનો નિર્ણય સંચાલકો તરફથી કરવામાં આવ્યો છે.. શહેરમાં આવેલી ખાનગી શાળા- કોલેજોમાંથી દરરોજ આઠથી દસ કેસ કોરોના પોઝીટીવ આવી રહ્યા છે.જેના કારણે શાળા- કોલેજોના વર્ગખંડને પણ બંધ કરવામાં આવી રહ્યા છે.
સુરતમાં કોરોનાએ ફરીએક વખત પકડી સુપર સ્પીડ
સુરત સિટીમાં કોરોનાની રફ્તાર ફરી તેજ બની રહી છે. લાંબા સમય પછી સિટીમાં દોઢ માસ બાદ કોરોનામાં વૃધ્ધનું મોત થયુ છે. સિટીમાં આજે નવા 183 અને ગ્રામ્યમાં 13 મળી કુલ 196 દર્દી નોંધાયા છે. સિટીમાં વધુ 102 અને ગ્રામ્યમાં 12 મળી 114 દર્દીઓને રજા મળી છે.
ગઈકાલના રોજ મળેલી વિગત મુજબ, સિટીમાં 45 દિવસ બાદ કોરોનામાં મોત નોંધાયુ છે. વેસુ ખાતે રહેતા 82 વર્ષીય વૃધ્ધને કોરોના ચિહ્ન દેખાતા ગત તા.9મીએ નવી સિવિલમાં દાખલ કર્યા હતા. ત્યાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટવ આવ્યો હતો.જયાં સારવાર દરમિયાન તેમનું મોત થયુ હતુ. તેઓ પાર્કીન્સોનીસમની બિમારીથી પીડાતા હતા. સિટીમાં નવા 183 કેસ પૈકી સૌથી વધુ અઠવામાં 59,રાંદેરમાં 46,સેન્ટ્રલ અને લિંબાયતમાં 15-15 કેસ છે. સીટીમાં સિવિલના નર્સિગ સ્ટાફ,પાલિકાના ઝોનલ ચીફ સિટી ઇજનેર,પાલિકાના શહેર વિકાસ વિભાગના કર્મચારી,5 વિદ્યાર્થી, ટેક્સટાઇલ-સાડી-એમ્બ્રોઇડરી-પ્લાસ્ટીક-હીરા-કાપડ વ્યવસાયી સહિત 16 વ્યવયાસી, નાનપુરામાં જી.એસ.ટી ઓફિસમાં નોકરી કરનાર,વિવિધ બેન્કમાં મેનેજર અને બે કર્મચારી કોરોનાની ઝપેટમાં આવ્યા છે.
24 કલાકમાં નોંધાયા આટલા કેસ
હાલમાં તંત્ર દ્વારા બહાર પાડવામાં આવેલ માહિતી અનુસાર, સુરત સિટીમાં કુલ કેસ 42,071 અને મૃત્યુઆંક 851 છે. ગ્રામ્યમાં કુલ કેસ 13,316, મૃત્યુઆંક 287 છે. સિટી-ગ્રામ્ય મળીને કુલ કેસનો આંક 55,387 અને મૃત્યુઆંક 1138 છે. સિટીમાં સાજા થનારા દર્દીઓનો આંક 40,382 અને ગ્રામ્યમાં 12,819 મળીને કુલ 53,201 થયો છે. નવી સિવિલમાં 18 દર્દીઓ પૈકી 8 ગંભીર છે. જેમાં 1 વેન્ટીલેટર,3 બાઇપેપ અને 4 ઓકસીજન પર છે. સ્મીમેરમાં ૬ ગંભીર પૈકી 3 વેન્ટીલેટર અને 3 ઓક્સિજન પર છે.
ગુજરાત રાજ્યમાં ફરીથી કોરોનાએ માથુ ઉચક્યું છે. રાજ્યમાં સતત બીજા દિવસે કોરોનાના 700થી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 715 કેસ નોંધાયા છે તો 495 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. સુરતમાં કોરોના વકરી રહ્યો છે. સુરતમાં 196 કેસ નોંધાયા છે તો અમદાવાદમાં 145 અને વડોદરામાં 117 નવા કેસ નોંધાયા છે. અમદાવાદ અને સુરતમાં 1-1 દર્દીનું મોત થયું છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કારણે મૃત્યુઆંકડ 4 હજાર 420 પર પહોંચ્યો છે. હાલ રાજ્યમાં 4 હજાર 6 એક્ટિવ કેસ છે. જેમાંથી 51 દર્દીઓ વેન્ટીલેટર પર છે. એક તરફ કેસ વધી રહ્યાં છે. બીજી તરફ વેક્સિનેશન પણ થઈ રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1.49 લાખથી વધુ લોકોએ કોરોનાની રસી લીધી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle