થોડા દિવસથી સમગ્ર દેશ તથા ગુજરાતમાં કોરોના કેસની સંખ્યામાં ફરી એકવાર વધારો થતો જઈ રહ્યો છે ત્યારે હાલમાં એક સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ બાબતે DyCM નીતિનભાઈ પટેલનું નિવેદન સામે આવી રહ્યું છે.
DyCM નીતિનભાઈ પટેલ જણાવતાં કહે છે કે, સમગ્ર રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આની સાથે જ મનપાના કમિશનરોને સૂચના આપી દેવામાં આવી છે. કમિશનરને યોગ્ય નિર્ણય લેવા છૂટ આપવામાં આવી
છે તેમજ જરૂરી પગલાં લેવા માટે પણ છૂટ આપવામાં આવી છે.
આવતીકાલે તારીખ 17 માર્ચ 2021થી ચાર મહાનગરોમાં કરફ્યૂ (curfew) નો સમય વધારીને 10 થી 6 કરાયો છે. જેથી આવતીકાલથી અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુનો અમલ કરવાનો નિર્ણય કર્યો છે. રાત્રિ કરફ્યૂની આ વ્યવસ્થા 31 માર્ચ 2021 સુધી અમલમાં રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે આ ચારેય મહાનગરોમાં મંગળવાર 16 માર્ચ સુધી રાત્રિ કરફ્યૂના સમયની અગાઉની વ્યવસ્થા એટલે કે રાત્રે 12 થી સવારે 6 વાગ્યા સુધીની વ્યવસ્થા યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે.
DyCM નીતિન પટેલ આગળ જણાવે છે કે, આજે રાત્રિ કરફ્યુ અંગે નિર્ણય લેવામાં આવશે. અન્ય પગલાં લેવા મુદ્દે પણ આજે ચર્ચા કરવામાં આવશે. કોરોના વેક્સિન પછી પોઝિટિવ થવાનો એકાદ કેસ આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા અંદાજે 14.50 લાખ કરતાં પણ વધુ ડોઝ મોકલવામાં આવ્યા છે.
પુરતા પ્રમાણમાં વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ છે. વેક્સિન આપવા અંગે કોઇ અવ્યવસ્થા નથી. રાજ્યના 4 મહાનગરોમાં કર્ફયૂનાં સમયમાં વધારો કરવા અંગે વિચારણા કરવામાં આવશે. આની સાથે જ રાત્રિનાં 10 વાગ્યાથી કર્ફયૂ અમલમાં આવી શકે છે.
જોકે, સત્તાવાર નિર્ણયની રાહ જોવાઇ રહી છે. વધુ 15 દિવસ માટે કર્ફયૂની મુદત લંબાવવાનું નક્કી કરવામાં આવશે.
ગઇકાલ સુધી રાત્રે 12થી સવારનાં 6 વાગ્યા સુધીનો હતો. કોરોના કેસમાં વધારો થતાં કર્ફયૂનાં સમયમાં પણ વધારો થઇ શકે છે.
રાત્રિનાં 10 વાગ્યાથી લઈને સવારે 6 વાગ્યા સુધી કર્ફયૂ રાખવા વિચારણા કરવામાં આવશે. અમદાવાદની મેચોમાં પણ દર્શકો વિના મેચ રમાશે. મેચનાં નિર્ણય પછી કર્ફયૂને કડક કરવા પર વિચારણા કરવામાં આવશે. જો કે, સરકાર દ્વારા અંતિમ નિર્ણય બપોરે લેવામાં આવશે. આજે બપોરે કોર કમિટીની બેઠક મળશે જેમાં બેઠક પછી રાત્રિ કર્ફયૂ અંગે જાહેરાત થઇ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle