માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થવા જઈ રહ્યો છે ત્યારે સરકાર દ્વાર પણ કોઈ યોગ્ય નિર્ણય લેવામાં આવ્યા નથી. જો આમ જ ચાલતું રહ્યું તો અનેક લોકોને પોતાનો જીવ ગુમાવવો પડશે. હાલમાં રાજ્યમાં આવેલ સુરતમાંથી આવી જ એક ઘટના સામે આવી છે.
કઠોર વિસ્તારનો યુવક મિત્રના દીકરાની બાબરીમાં જતી વખતે પૂર ઝડપે તથા ગફલતભરી રીતે બાઇક હંકારીને પીપળાના ઝાડ સાથે અથડાવી અકસ્માત કરતા બાઇકનો કચ્ચરઘાણ નીકળવાની સાથે જ ચાલકને ગંભીર ઈજા પહોંચતા મોત નીપજ્યું હતું.
પીપળાના ઝાડ સાથે બાઈક અથડાઈ:
યુવાનો સ્પીડ વાળી સ્પોર્ટ બાઈક પુર ઝડપભેર હંકારીને અકસ્માતે મોતનો કોળિયો બનતા આવ્યા હોવાની ઘટના મંગળવારની ઓલપાડ તાલુકામાં આવેલ ખલીપોર ગામમા બની હતી. કામરેજ તાલુકામાં આવેલ કઠોર ગામમા પટેલ ટેકરા નજીક રહેતો હતો.
21 વર્ષીય અલ્તાફ અજીત શેખે આંબોલીનીં મરઘીની દુકાન પર કામ કરતો હોવાથીં મિત્રની KTM મોટર સાયકલ નંબર (GJ-19 AP-0227) ને લઈ સીથાણ ગામમા રહેતા મિત્રના છોકરાની બાબરીમાં જતી વખતે સાયણ થઈને ખલીપોર ગામ બસ સ્ટેન્ડ નજીકથી 10 વાગ્યાની આસપાસ KTM મોટર સાયકલ પુરઝડપે તથા ગફલત ભરી રીતે હંકારીને રોડની બાજુમાં આવેલ પીપળાના ઝાડ સાથે અથડાઈ હતી. આની સાથે જ બાઈક સાથે ચાલક યુવાન 15 જેટલો દુર ફેંકાતા તેને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હોવાથી ઘટનાસ્થળે જ મોત થયું હતું.
ધડાકાભેર અકસ્માત સર્જાયો :
અકસ્માતને નજરે જોનાર લોકોના જણાવ્યા પ્રમાણે અલ્તાફ ઓવર સ્પીડમાં બાઈક હંકારીને હોવાથી મોટર સાયકલ પર કાબૂ ન રહેતા તે સીધો પીપળાના ઝાડ સાથે અથડાતા અવાજ થઈને બાઈક ઝાડમા અથડાઈને પાછી રોડ તરફ ઉછળીને પડ્યો હતો.
જેને લીધે અલ્તાફનું રોડ પર પટકાવવાથી માથાનાં ભાગે ઈજા પહોંચતા મોત નીપજ્યું હતું. લોહીના ખાબોચિયામા યુવક રોડ પર પટકાઈ ગયો હતો. આટલુ જ નહી પણ KTM સ્પોર્ટ બાઈકનો કચ્ચરઘાણ નીકળવાની સાથે જ ચાલક અલ્તાફ્નું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત થવાની ઘટનામાં પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle