ગુજરાતમાં મહિલા સુરક્ષાની સરકાર દ્વારા વાતો કરવામાં આવે છે પરંતુ દિન પ્રતિદિન બળાત્કાર, છેડતી, માનસિક ત્રાસ જેવી ઘટનાઓ પ્રકાશમાં આવે છે. ઘણી જગ્યાઓ પર મહિલા એટલી હદે અત્યાચારનો ભોગ બને છે કે, તેને ગરમ ગરમ સળિયા વડે ડામ આપવામાં આવે છે, તો કેટલાક નરાધાનો માસુમ બાળકીઓ કે, યુવતીઓ પર નજર બગાડી તેને હવસનો શિકાર બનાવે છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં એક અસ્થિર મગજની મહીલા પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. આ મહિલા પર એક વાર નહીં પણ ચાર વખત નરાધમો દ્વાર દુષ્કર્મ કરવામાં આવ્યું અને મહિલાને ત્રણ વાર ગર્ભવતી બનાવામાં આવી. અસ્થિર મગજની મહીલા પર દુષ્કર્મ અને ગર્ભવતી બનાવવા મામલે બાળકોના વેચાણ કરતા રેકેટની પણ આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
એક રીપોર્ટ અનુસાર અસ્થિર મગજની મહિલાના પ્રસુતિ નિષ્ફળ ગઈ હોવાની જાણ પાલનપુરના પ્રોફેસર કે.સી પટેલને થતા તેમને આ બાબતે તપાસ કરી હતી તેમને જાણવા મળ્યું હતું કે, મહિલા ત્રણ વખત ગર્ભવતી થઈ હતી. જ્યારે આ મહિલા બીજી વાર ગર્ભવતી બની હતી અને તેના આઠ મહિના પછી મહિલા ગાયબ થઈ ગઈ હતી. ત્યારબાદ ત્રીજીવાર મહિલા જયારે ગર્ભવતી બની ત્યારે ડોકટરે મહિલા પર વોચ રાખી હતી. મહિલા અચાનક આઠ મહિનાના ગર્ભ સાથે અચાનક ગાયબ થઈ ગઈ અને જયારે મહિલા પરત જોવા મળી ત્યારે તને ગર્ભન હતું અને બાળક પણ તેની સાથે ન હતુ અને મહિલાની હાલત નાજુક હતી.
જેથી પ્રોફેસર કે.સી પટેલે 141 અભયમ હેલ્પ લાઈન પર જાણ કરીને મહિલાને બાયડમાં આવેલા જય અંબે મહિલા સમાજ સેવા ટ્રસ્ટના આશ્રમમાં મહિલાને મોકલવામાં આવી હતી. ત્યાંથી મહિલાને સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને ત્યારબાદ મહીલાને વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, આ સ્થિરમગજની મહિલા જયારે ગર્ભવતી બને છે. ત્યારે તે લોકોને જોવા મળે છે. પણ જ્યારે આ મહિલા બાળકને જન્મ આપે ત્યારે ગાયબ થઈ જાય અને બાળક પણ મહિલા પાસે હોતુ અને જયારે ચોથી વાર મહિલા દેખાય છે. ત્યારે સીરીયસ હાલતમાં દેખાઈ છે. તેને હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર આપ્યા પછી અમદાવાદ ખસેડવામાં આવી છે. બાળકો ગુમ થવાની ઘટના પરથી સવાલો એ ઉભા થાય છે કે, શું આની પાછળ બાળકોને વેચવાનું કોઈ રેકેટ ચાલી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.