આપઘાતની ઘટનાઓમાં સતત વધારો થવા જે રહ્યો છે ત્યારે આવી જ એક અન્ય ઘટના રાજ્યમાંથી સામે આવી રહી છે. જ્યારે વ્યક્તિ પાસે સહનશક્તિ ખૂટી જાય છે ત્યારે તે ભાવનાઓમાં આવીને પોતાના જીવનનો અંત લાવી દેતા હોય છે. આવી જ એકના દાહોદમાં આવેલ અસાયડી ગામમાંથી સામે આવી છે.
પતિ પ્રેમીકાને લઇ ફરાર થઈ જતા પરિંણીતાએ ચિઠ્ઠી લખીને નાના બાળકની સાથે મોતને વહાલું કર્યું છે. મહિલાએ ચિઠ્ઠીમાં પ્રેમીકાની સાથે ફરાર થયેલ પતિને ફાંસીની સજા આપવાની માંગ પણ કરી છે. દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકામાં આવેલ અસાયડી ગામમાં રેલ્વે ટ્રેકની બાજુમાંથી એક મહિલા તથા બાળકનો મૃતદેહ મળી આવતાં અરેરાટી મચી જવા પામી છે.
મૃતક મહિલાની પાસેથી એક ચિઠ્ઠી પણ મળી આવી છે કે, જેમાં પોતાનો પતિ કોઈ અન્ય સ્ત્રીની સાથે ફરાર થઈ જતાં પોતે પોતાના પુત્રની સાથે આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ ચિઠ્ઠીમાં કરવામાં આવ્યો છે ત્યારે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ પોલીસ દ્વારા તલસ્પર્શી તપાસનો ધમધમાટ આરંભ કરી દેવામાં આવ્યો છે.
લોહી લુહાણ સ્તીથીમાં મૃતદેહ જોઇ પોલીસ પણ ચોંકી ઉઠી :
દેવગઢ બારીઆ તાલુકામાં આવેલ આસાયડી ગામમા આવેલ રેલ્વે ટ્રેક નજીક એક મહિલા તથા એક બાળકનો મૃતદેહ મળી આવતા આજુબાજુનાં લોકોએ તાબડતોડ પોલીસ બોલાવી હતી. લોહી લુહાણ હાલતમાં મહિલા તથા બાળકની લાશ ઘટનાસ્થળ પર પડી હતી. એની સ્થિતીને જોઇ એકક્ષણે પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
ચિઠ્ઠીમાં મહિલાએ પોતાની કરૂણ વ્યથા લખી :
પોલીસે તાત્કાલિક પાસેના દવાખાનાનો સંપર્ક કરી એમ્બ્યુલન્સ મારફતે બંન્નેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાની તપાસ હાથ ધરવામાં આવી હતી. મૃતક મહિલાની પાસેથી એક ચિઠ્ઠી મળી આવી હતી જેમાં લખ્યું છે કે, ‘હું પોતે શર્મિષ્ઠાબેન તથા આ મારા ખોળામાં છે એ મારો છોકરો મિત છે કે, જે કોઈ આ કારણ છે એ હું દર્શાવું છે કે મારો ઘરવાળો એક છોકરીને લઈને ફરાર થઈ ગયો છે. આ બંન્નેને ગમે તે રીતે મેળવીને ફાંસીએ ચડાવજો આ મારી તમને નમ્ર વિનંતી છે.
આ કારણે હું મારા છોકરાને લઈને આપઘાત કરૂં છું.’ આમ, આ ચિઠ્ઠીમાં લખાણને પગલે ચકચાર મચી જવા પામી છે. મૃતક મહિલા લીમખેડાના વડેલા ગામની પરણિતા છે. પોતાના પતિએ ગામની કોઈ છોકરીને રાખી હોવાને લીધે આ પરણિતાએ પોતાના વ્હાલસોયા પુત્રની સાથે આ પગલું ભર્યાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle