રાજકોટમાં પતિના વિરહમાં પત્નીએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવતા સંતાનોએ ગુમાવી માતા-પિતાની છત્રછાયા

સમગ્ર રાજ્યમાં આપઘાતની ઘટનાઓમાં સતત વધારો થતો જે રહ્યો છે ત્યારે હાલમાં પણ આવી જ આપઘાતની અન્ય એક ઘટના રાજ્યમાં આવેલ રાજકોટ શહેરમાંથી સામે આવી રહી છે. શહેરમાં પતિના વિરહમાં પત્નીએ પણ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધાની ઘટના સામે આવી છે.

જયારે પિતા પછી માતાનું પણ નિધન થતાં ૨ સંતાનો નિરાધાર બન્યા છે. શહેરના શ્રધ્ધા પાર્ક વિસ્તારમાં આવેલ વંદના સોસાયટીમાં રહેતી 44 વર્ષીય કાંતાબેન નામની મહિલાએ પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધોની ઘટના સામે આવી છે.

કાંતાબેનનાં પતિ અનિલભાઈનું 3 મહિના અગાઉ હાર્ટ એટેકને લીધે મોત થયું ત્યારે પતિના મૃત્યુ પછી વિરહની વેદના સહન ન થવાને લીધે વિધવા પત્ની કાંતાબેને પણ મોતને વહાલું કર્યું છે. આની સાથે જ સમગ્ર મામલે ભક્તિનગર પોલીસ દ્વારા બનાવ અંગે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

આની સાથે જ શહેરમાં વધુ એક પરિણીતાએ સાસરિયાના ત્રાસથી કંટાળીને ફિનાઈલ પી આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો છે. શહેરના કોઠારીયા સોલ્વન્ટમાં આવેલ રવેચી નગર રિસામણે બેઠેલી પરણિતાએ જામનગરમાં રહેતા સાસરિયાઓએ પુત્રની સાથે મોબાઈલમાં વાત ન કરવા દેતા ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો છે.

પરિણીતાને ફીનાઇલ પીધા પછી ઝેરી અસર થતાં તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.
સમગ્ર મામલાની જાણ આજીડેમ પોલીસને થતા પોલીસની ટીમ પણ સિવિલ હોસ્પિટલમાં પહોંચી ગઈ હતી. આની સાથે જ પોલીસની પ્રાથમિક તપાસમાં ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરનાર પૂજાબેન ના લગ્ન 6 વર્ષ અગાઉ જામનગરમાં રહેતા અક્ષય અગ્રાવત નામના વ્યક્તિની સાથે થયા હતા.

લગ્ન જીવન વખતે પૂજા બેનને 2 સંતાનો છે કે, જેમાં એક સંતાનની ઉંમર 4 વર્ષ જ્યારે બીજા સંતાનની ઉંમર 9 માસની છે. પતિ તથા સાસુના મેણા ટોણાને લીધે પૂજાબેન અગ્રાવત છેલ્લા એક મહિનાથી પોતાના પિતાના ઘરે રિસામણે બેઠા છે ત્યારે મોટો પુત્ર જામનગરમા પતિની સાથે હોવાથી પૂજાબેન અગ્રાવતએ પુત્ર સાથે વાત કરવાની માંગ કરી હતી.

જયારે સાસરિયાઓએ પુત્ર સાથે વાત ન કરવા દેતા તેમને લાગી આવ્યું હતું તેમજ ત્યારપછી તેમને ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો ત્યારે સમગ્ર મામલે બનાવ અંગે આજીડેમ પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *