ગુજરાતની આ 7 વર્ષીય બાળકી એ એવું કામ કરી બતાવ્યું કે.., ‘ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’માં નોંધાયું નામ

હાલમાં દેશને ખુબ ગર્વ થાય એવા સમાચાર સામે આવ્યા છે.ગુજરાતમાં આવેલ નવસારીની દ્રષ્ટિ પંકજભાઇ જૈશવાલ 1 મિનિટમાં સૌથી વધારે ફોરવર્ડ વોકઓવર કરીને વિશ્વ રેકોર્ડ બનાવવા માટે જઇ રહી છે. દ્રષ્ટિ 4 એપ્રિલના રોજ નવસારીની મદ્રેસા હાઇસ્કૂલમાં પોતાનું દિલ ધડક પર્ફોમન્સ બતાવશે તેમજ વર્લ્ડ રેકોર્ડ માટે પ્રબળ દાવેદારી કરશે.

કુમારી દ્રષ્ટિ ફક્ત 7 વર્ષની ઉંમરે જ આ રેકોર્ડ પ્રસ્થાપિત કરવા માટે જઇ રહી છે. દ્રષ્ટિ ફક્ત 4 વર્ષની ઉંમરેથી જ નવસારીની મદ્રેસા હાઇસ્કૂલમાં જિમ્નાસ્ટિક રમતની ટ્રેનીંગ લઇ રહી છે. તેમને આ સ્તરે લાવવા માટે તેમના કોચ NIS ગાયત્રીબેન પટેલ (સ્પોટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત) અને ફીઝીકલ ઇન્સ્ટ્રક્ટર મર્ઝબાન પાત્રાવાલાનો મુખ્ય ફાળો રહેલો છે.

દ્રષ્ટિ 1 મિનિટમાં સૌથી વધારે એટલે કે, 60 વાર ફોરવર્ડ વોક ઓવર કરીને ચેન્નઇની જ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર ગરિમા પનસારીનો રેકોર્ડ તોડીને સૌથી નાની વયમાં ફોરવર્ડ વોક ઓવરનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે સ્થાપિત કરશે. દ્રષ્ટિ હાલમાં પ્રેક્ટિસ વખતે 60ની ઉપર ખૂબ જ ઝડપી ફોરવર્ડ વોક ઓવર કરે છે.

તેના માતા-પિતા પણ તેને ખૂબ જ સહકાર તથા સપોર્ટને લીધે વિશ્વકક્ષાએ સિદ્ધિ અંકિત કરવા માટે લાયક બની છે. દ્રષ્ટિ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે અંકિત કરી લેશે તો સૌથી નાની વયની ફોરવર્ડ વોક ઓવર વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર બની જશે. જે નવસારી માટે ખૂબ જ ગૌરવવંતી બાબત હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *