સુરત: નકલી ચલણી નોટના ગુનામાં નાસતો ફરતો આરોપી 17 વર્ષે રાજકોટથી ઝડપાયો

રાજ્યમાં અવાર-નવાર ડુપ્લીકેટ ચલણી નોટોને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવતી હોય છે. અને આવા લોકોની ધરપકડ પણ કરવામાં આવતી હોય છે. ત્યારે આજે આવી જ…

રાજ્યમાં અવાર-નવાર ડુપ્લીકેટ ચલણી નોટોને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવતી હોય છે. અને આવા લોકોની ધરપકડ પણ કરવામાં આવતી હોય છે. ત્યારે આજે આવી જ એક ઘટના સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાંથી સામે આવી રહી છે. અત્રે ઉલેખનીય છે કે, આ કેસમાં છેલ્લા 17 વર્ષથી ડુપ્લિકેટ ચલણી નોટના ગુનામાં નાસતો ફરતો આરોપી રાજકોટથી ઝડપાયો છે.

અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશનમાં 17 વર્ષ અગાઉ ડુપ્લિકેટ ભારતીય ચલણી નોટના કેસમાં નાસતા ફરતાં આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. રાજકોટમાં અખિલ ભારતીય પર્યાવરણ નામના જાહેર શૌચાલયમાં નદી કાંઠેથી આરોપીને ઝડપી લઈને સુરતના કેસમાં તેની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસને આ અંગે બાતમી મળી હતી. જેના આધારે રાજકોટના કોઠારીયા મેઈન રોડ ક્વોર્ટરમાં રહેતા હસમુખભાઈ ઉમિયાશંકર જોષી (ઉ.વ.આ.58)ને પકડી લેવામાં આવે છે. તેની પૂછપરછ કરતા તેણે માર્ચ 2003માં સુરતના અઠવાલાઈન્સ પોલીસે વરાછા જે.બી. હોટલ ખાતેથી ભીખાભાઈ ઉર્ફે ભરતભાઈ ગણેશભાઈ રાણપરીયા રહે. કોઠારીયા મેઈન રોડ મોરારીનગર શેરી નંબર 3ને 100ના દરની ભારતીય ચલણની ડુપ્લિકેટ નોટના 2 લાખ સાથે પકડેલ હતો.

ભીખાભાઈ અગાઉ 60હજારની ભારતીય ચલણની ડુપ્લિકેટ નોટો આપી હતી. જેથી તેનું નામ કેસમાં આવે તે રાજકોટ ખાતેથી ભાગી જૂનાગઢ રહેવા ગયો હતો. પણ 2005માં બનાવટી ચલણી નોટ સાથે પકડાઈ ગયો હતો. તેની સામે ચલણી ડુપ્લિકેટ નોટના ચાર ગુના નોંધાયેલા છે. વલસાડના કેસમાં પણ તે નાસતો ફરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *