તાંત્રિક વિદ્યામાં વિશ્વાસ રાખનારા લોકો માટે લાલબત્તી સામન કિસ્સો- વડોદરાના આ યુવાનના એવા હાલ થયા કે…

હાલમાં એક એવો કેસ સામે આવ્યો છે જેમાં વડોદરાના પાંડેસરામાં છેલ્લા અઠવાડિયાથી તાવ અને ઝાડા-ઉલ્ટીથી પીડિત યુવક શુક્રવારે ભેદી સંજોગોમાં મોતને ભેટ્યો હતો. પુત્રના મોત બાદ કલ્પાંત કરતી માતાએ સિવિલ હોસ્પિટલ ખાતે ફરજ પરના ડોક્ટર સમક્ષ ભગત ભુવાના ચક્કરમાં પુત્રનું મોત થયું હોવાનું કહ્યું હતું. જોકે, આ પ્રકારના ગંભીર કેસમાં પણ પાંડેસરા પોલીસે કાયદાકીય કાર્યવાહી કરી ન હતી અને પોસ્ટમોર્ટમ વગર જ મૃતક યુવકનો મૃતદેહ પરિવારને સોંપીને વિવાદને આમંત્રણ આપ્યું છે.

આ અંગે સિવિલ ખાતેથી મળતી માહિતી મુજબ, પાંડેસરા, વડોદ ગામ ખાતેના બાપુનગરમાં રહેતા સંદિપ બિરેન્દ્ર ગોરીને શુક્રવારે બપોરે ગંભીર હાલતમાં સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, તબીબી સારવાર મળે તે પહેલા સંદિપ મૃત્યુ પામ્યો હતો. ફરજ પરના ડો. એમ.સી.ચૌહાણને પરિવાર દ્વારા સંદિપ છેલ્લા અઠવાડિયાથી તાવ અને ઝાડા-ઉલટીથી પીડાઈ રહ્યો હોવાનું કહ્યું હતું. તેની માતાએ ડો. ચૌહાણને કહ્યું હતું કે, મારી ભૂલ હતી કે હું પુત્રને ભગત-ભુવા પાસે લઈ જતી હતી.

સંદિપના અપમૃત્યું કેસની જાણ સંબંધિત પાંડેસરા પોલીસ મથકને કરવામાં આવી હતી. ત્યારબાદ પાંડેસરા પોલીસના એએસઆઈ દિલીપભાઈ કાયદાકીય કાર્યવાહી કરવા સિવિલમાં આવ્યા હતા અને પોસ્ટમોર્ટમ વગર મૃતદેહ પરિવારને સોંપી દેવામાં આવ્યો હતો. પાંડેસરા પોલીસનું આવું વલણ સિવિલના ડોકટરોમાં ચર્ચાનો વિષય બન્યું હતું. ડોક્ટરોના કહેવા મુજબ મૃતક યુવકની ઉંમર ફક્ત 21 વર્ષ હતી. આ પ્રકારના અપમૃત્યું કેસમાં પોલીસ દ્વારા ગંભીરતા દાખવવી જોઈએ.

મૃતક યુવક લાંબા સમયથી બિમાર હતો. તેને ભગત ભૂવા પાસે લઈ જવાયો હોય તેવી કોઈ માહિતી પોલીસને પ્રાપ્ત થઈ નથી. પ્રાથમિક તપાસમાં મૃતકના શરીરે ઈજાના કોઈ નિશાન ન દેખાતા કે કોઈ રીતે કેસ શંકાસ્પદ નહીં લાગતા મૃતદેહ પોસ્ટમોર્ટમ વગર સોંપવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *