ગુજરાતમાં અવાર-નવાર છેતરપીંડીના ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજરોજ આવી જ એક ઘટના નર્મદા જીલ્લાના ડેડીયાપાડામાંથી સામે આવી છે. ડેડીયાપાડા ખાતે રહેતા શાંતિલાલ ચૌધરી સાગબારાની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં કલાર્ક તરીકે નોકરી કરે છે.
બારડોની એક મહિલાએ તેમના પુત્ર કૃતિકને નોકરી અપાવવાની વાત કરી હતી. મહિલાએ પિતાપુત્રને વિશ્વાસમાં લઈને જંગલ ખાતામા નોકરી અપાવવાની લાલચ આપી હતી. બારડોલીની મહિલાએ પોતે ડીએસપી હોવાની ઓળખ શાંતિલાલભાઈ અને તેમના પુત્રને આપી હતી. ત્યારે આ મહિલા બંને પાસેથી 13 લાખ રૂપિયા ખંખેરી લીધા હતા.
શનિવારે તારીખ 20 માર્ચ ના રોજ દેડિયાપાડા પોલીસ સ્ટેશનના પીએસઆઇ અજય ડામોરે નકલી મહીલા એસ. પી. નેહા ધમેશ પટેલ અને સુજાતા દિલીપ વાઢેર બંને આરોપી ની ધરપકડ કરી હતી.પોલીસે નેહા ધમેશ પટેલ પાસે સાત લાખ રૂપિયા પોલીસે રીકવર કર્યા હતા.
નકલી મહીલા એસ. પી. નેહા ધમેશ પટેલ અને સુજાતા દિલીપ વાઢેર પાસે થી બે વૈભવી કાર અને ચાર મોબાઇલ ફોન પણ કબ્જે લીધા છે. બંને આરોપીઓ ના રીમાન્ડની તજવીજ દેડિયાપાડા પોલીસ સ્ટેશનના પીએસઆઇ અજય ડામોરે હાથ ધરી છે.નકલી એસ.પી. નેહા ધમેશ પટેલ અને બીજો આરોપીજેને નેહા ધમેશ પટેલ દિકરી તરીકે ઓળખાવતા હતા તે વાસ્તવમાં સુજાતા દિલીપભાઈ વાઢેર તેની દિકરી નથી પરંતુ તે પણ તેની સાથી આરોપી જ છે. બંને વિરુદ્ધ દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ મહિલા પોલીસ નાયબ કલેક્ટર જેવા ઉંચા હોદ્દાનો રૂઆબ બતાવીને લોકો સાથે છેતરીપિંડી કરતી હતી. આ મહિલા પોતે મુખ્યમંત્રીની પત્ની સાથે પણ સારા સબંધ હોવાનું કહેતી હતી. ત્યારે જંગલ ખાતામા નોકરી આપવાની લાલચ સાથે તે શાંતિલાલ ચૌધરીને મળી હતી. તે તેમના પુત્ર કૃતિક ચૌધરીને મુખ્યમંત્રીના પત્નીના પરિવાર સાથેની ખોટી વાતો કરતી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle