અવાર-નવાર તંત્ર-મંત્ર અને અંધવિશ્વાસમાં આવીને લોકો અવળું કામ કરી બેસતા હોય છે. ત્યારે આજરોજ આવી જ એક ઘટના સામે આવી છે. તંત્ર-મંત્ર અને અંધવિશ્વાસમાંના કારણે એક નિર્દોષ બાળકને પોતાનો જીવ ગુમાવવો પડ્યો. માતા બનવા માટે મહિલાએ તાંત્રિકની લાલચમાં આવીને એક નિર્દોષ બાળકની હત્યા કરી નાખી. મળતી માહિતી મુજબ, 20 માર્ચે રોહિણીના બુધવિહાર વિસ્તારમાં પોલીસને બાતમી મળી હતી કે ઘરમાંથી સાડા ત્રણ વર્ષનું બાળક ગુમ થયેલ છે. પોલીસે ઘરની આસપાસ બાળકની શોધખોળ શરૂ કરી હતી.
પોલીસ તપાસ દરમ્યાન, પોલીસને એક પડોશીની છત પર શંકાસ્પદ સફેદ રંગની બેગ મળી હતી, જ્યારે પોલીસને શંકાના આધારે બેગ ખોલવામાં આવી ત્યારે બાળકની લાશ મળી આવી હતી, તેના ગળા પર નિશાન હતા અને પ્રારંભિક તપાસમાં બતાવવામાં આવ્યું હતું કે, બાળકનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી.
પહેલા પોલીસે હત્યાનો કેસ નોંધ્યો અને આરોપીની શોધ શરૂ કરી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, બાળક છેલ્લે પડોશની મહિલા નીલમ સાથે જોવા મળ્યું હતું, જ્યારે તેની નીલમ નામની મહિલા દ્વારા સખ્તાઇથી પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે કબૂલાત કરી કે, તેણે હત્યા કરી છે પરંતુ નીલમ જે હત્યા પાછળ હતી આ સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
આરોપી મહિલાએ જણાવ્યું હતું કે, તેણી તેના ગામ હરદોઈમાં એક તાંત્રિકને મળી હતી. કારણ કે તેનું લગ્ન 2013 માં થયા હતા. તેમ છતાંય તે અત્યાર સુધી માતા બની શકી ન હતી.જેને કારણે મહિલા તાંત્રિકને મળી હતી. તાંત્રિકે મહિલાને કહ્યું કે, માત્ર ત્યારે જ તે માતા બનશે જ્યારે તે એક બાળકનું બલિદાન આપશે.
ત્યાર બાદ, 20 માર્ચે નીલમ નામની મહિલાએ આજુબાજુમાં સાડા ત્રણ વર્ષના બાળકને એકલા ટેરેસ પર રમતા જોયો. જેને લઈને તે તંત્ર્ક પાસે પહોચી હતી. અને આ હત્યાની ઘટનાને આગળ ધપાવ્યા બાદ તેણે મૃતદેહ બેગમાં સંતાડી દીધો હતો. હવે પોલીસ હરદોઈમાં રહેતા તે તાંત્રિકની શોધ કરી રહી છે. આ સનસનીખેજ મામલો દિલ્હીના રોહિણી વિસ્તારનો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle