સાસુ-વહુની જોડી તો કોઈક જગ્યાએ જ સાર્થક થતી હોય છે. જયારે ઘણી જગ્યાએ અવારનવાર ઝઘડા થતાં રહેતાં હોય છે. આવી પુત્રવધુને માટે એક ઉઉત્મ ઉદાહરણરૂપ કિસ્સો સામે આવ્યો છે. ‘પુત્રના લક્ષણ પારણાંમાં તથા વહુના લક્ષણ બારણામાં’ આ ઉક્તિ નડિયાદમાં સાર્થક થઈ છે.
નડિયાદમાં રહેતા એક પટેલ પરિવારના ઘરે આભ તૂટી પડ્યું હોય એવાં સંજોગો ઉભા થયા હતા. જો કે, આ સમયે પુત્રવધુએ પોતાની ફરજ અદા કરીને સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જે આજનાં સમયની મહિલાઓએ શીખવા જેવો છે. માર્ગ અકસ્માતમાં પેરાલીસીસનો ભોગ બનેલ સાસુની સેવામાં જોતરાયેલી પુત્રવધુ છેલ્લા 5 વર્ષથી પિયરનું ઘર જોયું નથી. જે પુત્રવધુનું આજે સમ્માન કરવામાં આવ્યું છે.
પુત્રવધુ પોતાની માતા સમાન સાસુની સેવામાં લાગી :
આ પુત્રવધુના લગ્નની હજુ મહેંદી પણ નહોતી સુકાઈને સાસુ-સસરાને માર્ગ અકસ્માત નડ્યો હતો. ત્યારપછી સાસુ પેરાલીસીસનો શિકાર બનતાં પુત્રવધુ પોતાની માતા સમાન સાસુની સેવામાં લાગી ગઈ હતી. હાલમાં આ બનાવને 5 વર્ષ સુધીનો સમય વીત્યો છે પણ આજ દિન સુધી પુત્રવધુ પોતાના પિયરનું ઘર સાંભળ્યું નથી.
આની સાથે જ સતત સાસુની સેવામાં વ્યસ્ત રહે છે. આજનાં જમાનામાં સાસુ-વહુના ઝઘડાના કિસ્સા અવારનવાર સામે આવતા હોય છે ત્યારે એને જોતાં ખરેખર આ પુત્રવધુ તો ધન્યતાને પાત્ર છે જ સાથે સાથે તેણીને જન્મ આપનાર માતા પણ ખુબ ધન્ય છે.
હાથની મહેદી પણ નહોતી સુકાઈ અને એક આકસ્મિક ઘટના ઘટી :
ખેડા જિલ્લામાં આવેલ નડિયાદમાં પટેલ બેકરી રોડ પરની રામેશ્વર સોસાયટીમાં રહેતા સુમન પટેલના ઘરે 5 વર્ષ અગાઉ આભ તૂટી પડ્યું હોય એવાં આકસ્મિક સંજોગો સર્જાયા હતા. સુમન પટેલના દિકરાના લગ્ન થયા એને આંગળીના વેઢે ગણાય તેટલા દિવસ વિત્યા હતા.
હજુ તો પુત્રવધુના હાથની મહેદી પણ ન હોતી સુકાઈને એક આકસ્મિક ઘટનાએ સૌને અચંબિત કરી દીધા હતાં. સુમન પટેલ તેમજ તેમના પત્ની ઉર્મિલાબેન દેવા મુકામે સ્કુટર લઈને ગયા ત્યારે પરત આવતી વખતે આ દંપતિને માર્ગ અકસ્માત નડ્યો હતો. જેમાં સુમન પટેલ કરતાં ઉર્મિલાબેનને વધુ ઈજા પહોંચી હતી.
જેને લીધે ઉર્મિલાબેનને પેરાલીસીસ થઈ ગયો હતો. ઘરની તમામ જવાબદારી પુત્રવધુ બંસરીના માથે આવી ગઈ હતી તેમજ નવી પુત્રવધુ ઘરમાં કઈ ચીજ-વસ્તુ ક્યાં મુકી હોય તે માલુમ ન હતું પણ બંસરીએ હિંમત ન હારતાં સાસુને આ બીમારીમાંથી ઝડપથી બહાર લાવવાનો લક્ષ્ય સાંધીને રાત દિન સેવા કરવા લાગી હતી.
છેલ્લા પાંચ વર્ષથી બંસરીએ પિયરનો ઉંબરો પણ નથી જોયો :
બંસરીની આ સેવાને જોતજોતામાં 5 વર્ષ જેટલો સમય વીત્યો હોવાં છતાં પણ આજ દિન સુધી બંસરી પોતાના પિયરમાં ગઈ નથી. તેણીએ પિયરની વાટ છોડીને રાત-દિન માતા સમાન સાસુની સેવામાં સમર્પિત થઈ ગઈ છે. લગ્નને 5 વર્ષનો સમય વીતી ચૂક્યો છે પરંતુ બંસરીએ પોતાના માતા-પિતાના ઘરનો ઉંબરો પણ જોયો નથી.
સુમન પટેલ ઘણીવાર જણાવતાં કહે છે કે, ‘બેટા તુ પિયરમાં થોડો સમય જઇ આવ’ પરંતુ બંસરી ના કહે કે, ‘પપ્પા હું જાઉ તો અહીં મમ્મીની સાર-સંભાળ ન થઈ શકે એક સ્ત્રી જ અન્ય સ્ત્રીની વેદના સમજી શકે છે’. ધન્ય છે આવી પુત્રવધુને જે દિકરી કરતાં પણ સવાઈ દિકરી બની સાસરીમાં રહે છે.
બંસરીનું સાલ ઓઢાડી સન્માન કરાયું :
આજે પીપલગ સમાજ વાડીમાં ચરોતર મોટી સત્તાવીસ લેઉઆ પાટીદાર સમાજ નડિયાદ ઘટક સંલગ્ન સિનિયર સિટીઝન ક્લબ નડિયાદ દ્વારા પુત્રવધુ બંસરી પટેલનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ કાંતિ પટેલ, માતૃસંસ્થાના ઉપપ્રમુખ વી. એમ. પટેલ, ઘટકના પ્રમુખ કલ્પેશ પટેલ સહિત સમાજના અગ્રણીઓએ બંસરીનું સાલ ઓઢાડીને સન્માન પત્ર આપી સન્માન કર્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle