ગુજરાત રાજ્યમાં થોડા દિવસ પહેલા જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો હતો. જેના પરિણામો પણ સામે આવી ચુક્યા છે. ચુત્નીમાં ભાજપે ભવ્ય જીત મેળવ્યો છે. જયારે કોંગ્રેસની કારમી હાર મળી છે. ત્યારે કોંગ્રેસના કેટલાક નેતાઓ EVM પર શંકા કરી રહ્યા છે. તો કેટલાક નેતાઓ ભાજપ બોગસ મતથી જીત્યું હોવાના નિવેદનો આપી રહ્યા છે.
આ બધાની વચ્ચે કોંગ્રેસના ધારાસભ્ય ચંદ્રિકા બારૈયા એક સભામાં વિવાદિત નિવેદન આપ્યું હતું. ભાજપવાળા દારુની પોટલીથી, બોગસ મતથી જીત્યા છે એવું કહ્યું હતું. આ સાથે જ ભાજપના ચૂંટાયેલા અને જીતેલા પ્રતિનિધિઓના ઘર પર જઈને પથ્થરમારો કરવાનું પણ કોંગ્રેસના ધારાસભ્યએ નિવેદન આપ્યું હતું.
ગુજરાતમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ મોરવાહડફમાં આજે કોંગ્રેસ દ્વારા પહેલી વખત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસની આ સભામાં કોંગ્રેસના ધારાસભ્ય ભાન ભૂલ્યા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે, કોંગ્રેસના ધારાસભ્યએ જનસભામાં એક વિવાદિત નિવેદન આપ્યું છે.
આ ઉપરાંત, ચંદ્રિકા બારૈયા મુખ્યમંત્રીને ખુલ્લો પડકાર ફેંક્યો છે કે જો તેમને હરાવ્યા હોય તો મુખ્યમંત્રી અથવા તો ગણપત વસાવાને ત્યાં વિધાનસભાની ચૂંટણી લડવી પડે. ચંદ્રિકા બારૈયા કોંગ્રેસની સભામાં વિવાદિત નિવેદન કરતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
ભાજપ ઉપર આરોપ મુકતા કોંગ્રેસના ધારાસભ્ય ચંદ્રિકા બારૈયાએ જાહેર સભામાં સંબોધન દરમ્યાન જણાવ્યું હતું કે, આ ભાજપ વાળાના ઘરે જઈને જે જીત્યા છે તેમના ઘરે જઈને પથ્થરમારો કરવો જોઈએ કારણ કે, બોગસ મતથી જીત્યા છે, નસીબ જીત્યા છે, દારૂની પોટલીઓથી જીત્યા છે, કે પછી 500 ગ્રામ તેલથી જીત્યા છે. આ પાંચ વર્ષ નથી ચાલવાના. ચંદ્રિકા બારૈયાને હરાવવી હોય તો મુખ્યમંત્રીને મૂકવા પડે અથવા તો ગણપત વસાવાને મૂકવા પડે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle