હાલમાં જયારે કોરોના મહામારીએ ચારેયબાજુ પોતાનો કહેર મચાવ્યો છે ત્યારે એક આનંદનાં સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં આવેલ ભાવનગર શહેરના ટીબી રોગના સ્પેશિયાલીસ્ટ ડો. દિપક ગોળવાલકરએ કોરોના વાયરસથી બચવા માટે મીથેલીન બ્લુનો દર્દીઓ પર કરેલ પ્રયોગ સફળ થયો છે.
જેને લીધે અનેક લોકો કોરોનાને મ્હાત આપી રહ્યા છે. અત્યાર સુધીમાં 3,000 થી પણ વધારે દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે, તેમનો દાવો છે કે, નિયમિત જીભ નીચે ફક્ત અડધી ચમચી મિથેલીન લેવાથી કોરોના વાયરસથી રક્ષણ મેળવી શકાય છે, આની સાથે જ મિથેલીન લેવાથી કોરોના સામે પ્રતિકાર માટે શરીરમાં ઇમ્યુનિટીમાં વધારો થાય છે.
જો કે, તેમણે આ પ્રયોગ ફેફસાની વર્ષોની સારવારના અનુભવના આધારે કરેલ છે. સમગ્ર વિશ્વમાં કોરોના ખુબ ઝડપથી ફેલાઈ રહ્યો છે ત્યારે કોરોના સામે રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવાં સમગ્ર વિશ્વમાં થયેલ અનેકવિધ સંશોધનો પછી કોરોના વેકશીન પણ લોકોને આપવામાં આવી રહી છે. એમ છતાં કોરોના અટકવાનું નામ નથી લઈ રહ્યો.
આવા સમયે ભાવનગરના ટીબીના રોગના સ્પેશિયાલીસ્ટ ડો. ગોલવાલકરે બનાવેલ આ મિથેલીન દ્રાવણને તેઓ પોતે ઉપયોગ કરે છે તથા મિથેલીન પરના વિશ્વાસને લીધે દિપક ગોળવાલકર ભાવનગરના એકમાત્ર એવા ડોક્ટર છે કે, જેઓ પીપીઈ કીટનો ઉપયોગ કર્યા વિના કોરોના દર્દીઓની સારવાર કરી રહ્યા છે.
મોંઘીદાટ ખાનગી હોસ્પિટલ વિરુદ્ધ દિપક ગોળવાલકર ખુબ નજીવા ખર્ચે સારવાર કરતા હોવાને લીધે અનેકવિધ દર્દીઓ સંકોચ વિના એમની પાસેથી સારવાર લઇ રહ્યા છે. સારવાર અર્થે આવતા દર્દીઓને મિથેલીન બ્લુનું દ્રાવણ તેઓ વિનામૂલ્યે આપી રહ્યા છે.
સારવાર લેવા માટે આવતાં કોઈપણ વ્યક્તિને કોરોના હોય તો ડોક્ટર દ્વારા એ દર્દીના પરિવારજનોને મિથેલીનનું સેવન કરવાનું સૂચન કરે છે. અત્યાર સુધીમાં દિપક ગોળવલકરની પાસે સારવાર લઈ રહેલા દર્દીના પરિવારના એકપણ વ્યક્તિને કોરોનાની અસર જોવા મળી નથી.
કોરોના વાઇરલ ઇન્ફેક્શનમાં 3 લક્ષણો મુખ્યત્વે જોવા મળે છે ગળામાં સોજો, શ્વાસ નળીમાં સોજો તેમજ ફેફસા નબળા પડી જવાં. ઓક્સિજન મળતો અટકવા પર તેની સારવાર અંગે વિશ્વમાં કેટલાંક સંશોધનો કરવામાં આવ્યા છે ત્યારે ભાવનગરના ખૂબ નામાંકિત ડો. દિપક ગોલવાલકરે પણ કોરોના પર એક સંશોધન રજૂ કર્યું છે.
જેમાં મીથીલીન બ્લુ દ્વારા કોરોના દર્દીઓને સાજા કરી શકાય છે. જ્યારે દર્દીઓના ફેફસા નબળા પડી જાય ત્યારે મીથીલિન બ્લુ તેના બ્લોકને તોડવાનું કામ કરે છે. આની ઉપરાંત ફાઈબ્રોસીસ પણ થવા દેતું નથી એવું તેમના વર્ષોના અનુભવને આધારે કહ્યું હતું.
મિથેલીનની શોધ 142 વર્ષ અગાઉ વર્ષ 1878 માં પોલ એહર્લિચ નામના જર્મન સાયન્ટિસ્ટે કરી હતી. જેમાં વર્ષ 1908 માં તેમને તેમના સંશોધનને લીધે નોબેલ પ્રાઈઝ મળ્યો હતો. ખાસ તો આનો ઉપયોગ મેલેરિયા માટે કરવામાં આવતો હતો તથા કેન્સરની કિમો થેરાપી જેવી સારવારમાં મિથેલીન મુખ્ય છે.
જેના પર 5,200 જેટલા રિસર્ચ પેપર પબ્લિશ થયા છે. જેને WHO દ્વારા વેબસાઈટ પર જાહેર કરવામાં આવેલ લીસ્ટમાં લાઈફ સેવિંગ ડ્રગ તરીકે મિથેલીન 4 ક્રમ પર છે, તેની સામે કોઈપણ જાતનો વાયરસ ટકી શકતો નથી. મિથેલીનના પ્રયોગ તથા સંશોધનો અમેરિકા ફ્રાન્સ અને રશિયામાં પણ કરવામાં આવ્યા છે જે રેકોર્ડ પર પણ છે.
કોરોના સંક્રમણમાં વધારો થયા પછી ડો. ગોળવાલકરની ફોર્મ્યુલા આધારે મિથેલીન બ્લૂની 4 લાખ જેટલી બોટલોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે. વેકસીનેશન થાય નહીં ત્યાં સુધી તેમજ ત્યારપછી પણ લોકોએ કોઈપણ જાતના ડર વિના મિથેલીન બ્લૂ નું સેવન કરવું જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle