પાનીપતમાં હાલ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક મકાનમાં 20 ફૂટના ઊંડા ખાડામાં એક મહિલા અને બે બાળકોના હાડપિંજર મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. લાશ કાદવમાં ઓગળી ગઈ હતી પરંતુ કપડાના ફેબ્રીકથી એ તપાસ કરવામાં આવશે કે શવને ક્યારે દાટવામાં આવ્યા હતા. પોલીસ હાલ આ કેસની તપાસ કરી રહી છે અને તેમનું કહેવું છે કે, પોસ્ટ મોર્ટમ અને એફએસએલ રિપોર્ટ પછી જ કંઇક કહી શકાય.
મંગળવારે બપોરના એક વાગ્યે રાજ મિસ્ત્રી મકાનમાં કામ કરતો હતો. આ દરમિયાન ત્યાંથી કીડીઓ બહાર આવતી હતી. મકાનમાં રહેતા સરોજના કહેવા પર તે જમીન પોચી છે કે નહિ તે જોવા માટે હથોડાથી ખોદવા લાગ્યા. આ દરમિયાન દીવાલ નીચે પડી ગઈ. રાજ મિસ્ત્રી વિકાસે કહ્યું કે, અંદર એક હાડપિંજર દેખાઈ રહ્યું હતું. માટી દુર કરીને જોયું તો લીલા રંગનું કુરતું, શૂટ, અને ચુંદડી જોવા મળ્યા. જેના પરથી કોઈ મહિલા હોવાની શંકા થઈ.
પાણીપત Panipat પોલીસે ત્યાં પહોચીને વધુ ખોદકામ કરવા જણાવ્યું હતું જેમાં એક કાળું જેકેટ અને વાદળી પેન્ટ મળી આવ્યા હતા, તેમાં પણ હાડપિંજર હતું. તે જ જગ્યાએ ત્રીજુ હાડપિંજર પણ મળ્યું, તેનું બનિયાન અને હાફ પેન્ટ હતું. પાછળથી મળેલા બંને હાડપિંજર કદમાં નાના હતા, તેથી અનુમાન લગાવવામાં આવે છે કે તેઓ બાળકો હોઈ શકે છે. પુત્ર સાથે ત્યાં રહેતો સરોજ હાડપિંજર મળ્યા બાદ ગભરાઇ ગયો હતો.
શિવ નગરમાં રહેતા સરોજે જણાવ્યું હતું કે, તેના પતિ આદેશે છૂટાછેડા લીધા છે. ત્યારબાદ તે આ ઘરમાં તેના 10 વર્ષના બાળક અંશુલ સાથે રહે છે. આ મકાન પવન દ્વારા ઓગસ્ટ 2018માં અહસન સૈફી પાસેથી લગભગ પાંચ લાખ રૂપિયામાં ખરીદવામાં આવ્યું હતું.
સરોજે જણાવ્યું હતું કે, રસ્તો બન્યા બાદ મકાન નીચું થઈ ગયું હતું, જેના આધારે તેણે રવિવારે રાજ મિસ્ત્રીને બોલાવ્યો હતો અને ઘરની ફર્શ ઉચી કરાવવાનું કામ શરુ કરાવ્યું હતું. હથોડો મારતાની સાથે જ ફર્શ તૂટી પડ્યું. જે પછી તેણે ખોદવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે ભાગ પણ તૂટી પડ્યો. જેની અંદર હાડપિંજર મળી આવ્યા હતા અને પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી હતી.
પડોશીઓના જણાવ્યા મુજબ, જે મકાનમાં હાડપિંજર મળી આવ્યા છે, તે બેબેલના ભૂપેન્દ્ર આહલાવતનું હતું. ભૂપેન્દ્રએ આ મકાન સુરેશ પ્રજાપતને વેચી દીધુ. સુરેશે આ મકાન બનાવવા માટે રાજ મિસ્ત્રીને કહ્યું હતું પરંતુ આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે તે ઘરનું કામ પૂરું કરી શક્યો ન હતો. ત્યારબાદ તેણે જગદીશ નગરમાં રહેતા અહસન સૈફીને પ્લોટ વેચી દીધો હતો. આહસન સૈફી આ મકાનમાં એક વર્ષ રહ્યો અને પછી તેણે ઓગસ્ટ 2018માં પવનને વેચી દીધો. સરોજ ત્યારથી જ તેના પુત્ર સાથે રહેતી હતી.
સરોજે જણાવ્યું કે, રવિવારે તેણે મકાનનું સમારકામ શરૂ કર્યું ત્યારે એક પાડોશી તેની પાસે આવ્યો. તેમણે કહ્યું કે ઘરમાં સાવચેતીથી રહેજો કેમ કે, એક મહિલા અને બે બાળકો અહીંથી શંકાસ્પદ સંજોગોમાં ગુમ થયા છે. પડોશીઓમાં ચર્ચા છે કે, સરોજ પહેલા અહસાન લગભગ એક વર્ષ આ મકાનમાં રહ્યો હતો. તેની પત્ની અને બે બાળકો હતા પરંતુ બાદમાં તે એકલો રહેતો હતો. તેણે શૌચાલય માટે ખાડો પણ ખોદ્યો હતો. પછી ત્રણ ચાર મહિના બાદ તે ઘર વેચીને ચાલ્યો ગયો હતો. આ કિસ્સો હરિયાણાના (Haryana) પાણીપતમાંથી સામે આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.