હાલમાં એક ખુબ દુઃખજનક સમાચાર સામે આવ્યા છે. ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ નજીક આવેલ શ્રીગંગાનગર જિલ્લામાં આવેલ રાજિયાસર પોલીસ સ્ટેશનની હદમાં બુધવારની રાત્રે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં ભારતીય સેનાની એક જિપ્સી દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ હતી.
દુર્ઘટના પછી જિપ્સી પલટી મારી ગઈ હતી તેમજ તેમાં આગ ભભૂકી ઊઠી હતી. જેનાથી જિપ્સીમાં સવાર આર્મીના 3 જવાનોનાં મોત થયા હતાં. પોલીસના જણાવ્યા પ્રમાણે દુર્ઘટના સૂરતગઢ-છતરગઢ રોડ પર ઈન્દિરા ગાંધી કેનાલની 330 RDની નજીક બુધવારની અડધી રાત્રે અંદાજે 3 વાગ્યાના સુમારે સર્જાઈ હતી.
અહીં આર્મીની એક જિપ્સી અનિયંત્રિત થઈને ખાડામાં પલટી મારી ગઈ હતી. પલટતાંની સાથે જ જિપ્સીમાં ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. દુર્ઘટનામાં જિપ્સીમાં સવાર આર્મીના 3 જવાનનું આગની ઝપેટમાં આવતાં મોત નીપજ્યું હતું. બીજી બાજુ 5 જવાન ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલ જવાનોને સૂરતગઢમાં આવેલ ટ્રોમા સેન્ટરમાં પ્રાથમિક સારવાર આપ્યા પછી મિલિટ્રી હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.
આર્મીના જવાન બઠિંડાની 47-AD યૂનિટના :
આર્મીના આ જવાન બઠિંડાની 47-AD યૂનિટના હોવાનું જણાવવામાં આવ્યું છે. આ બધાં જવાન યુદ્ધ અભ્યાસ અર્થે સૂરતગઢ આવ્યા હતા. ઘટના પછી આજુબાજુના ગામ લોકોએ આગ પર કાબૂ મેળવ્યો હતો પણ ત્યાં સુધીમાં 3 જવાનનાં મોત થઈ ચૂક્યા હતા.
ગામ લોકોએ જાણ કરતાંની સાથે જ રાજિયાસર પોલીસ સ્ટેશનના કર્મીઓ ઘટનાસ્થળ પર પહોંચી ગયાં હતાં તેમજ 5 જવાનો ખુબ ગંભીર રીતે ઘાયલ થયા હોવાથી સૂરતગઢની ટ્રોમા હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં. આની સાથે જ 3 મૃત જવાનોના પાર્થિવદેહને સૂરતગઢ હૉસ્પિટલની મોર્ચરીમાં રાખવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.