માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થોટ જઈ રહ્યો છે. એમ છતાં સરકાર દ્વારા કોઈપણ યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો નથી કે, જેનાથી માર્ગ અકસ્માતની ઘટનામાં ઘટાડો થઈ શકે. માર્ગ અકસ્માતની આ ઘટના સુરત શહેરમાંથી સામે આવી છે. શહેરના વેસુ વિસ્તારમાં ભયંકર અકસ્માત સર્જાયો છે.
આ ઘટનામાં સુરતની પ્રખ્યાત અતુલ બેકરીના માલિક અતુલ વેકરીયાએ બેફામ રીતે કાર હંકારતા એકસાથે 4 લોકોને અડફેટે લીધા છે. વેસુ વિસ્તારની જે.એચ. અંબાણી હાઇસ્કૂલ નજીકથી અતુલ વેકરીયા કાર લઇને પસાર થઇ રહ્યા હતા. આ દરમિયાન અચાનક 4 મોપેડને અડફેટે લીધા હતા.
જેમાં મોપેડ ચાલકને ગંભીર રીતે ઇજાઓ પહોંચી હતી. આ ઘટનાની જાણ થતાંની સાથે જ પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને અતુલ વેકરીયાની અટકાયત કરવામાં આવી હતી. અતુલ વેકરીયા ઘણીવાર પોલીસની સામે પોતે ગાડી ન હંકારતો હોવાની વાત કરી રહ્યા હતા તેમજ કહી રહ્યા હતા કે, ડ્રાઈવરે ગાડી ચલાવતી વખતે અન્ય મોપેડને અડફેટે લીધી હતી. જો કે, ડ્રાઇવર ઘટનાસ્થળ પરથી ભાગી ચુક્યો હતો.
આની સાથે જ કેટલાક પ્રત્યક્ષદર્શી લોકોના જણાવ્યા મુજબ અતુલ વેકરીયા પોતે જ બેફામ રીતે ગાડી હંકારતા હોવાનું પોલીસને કહ્યું હતું. સમગ્ર ઘટનામાં જયારે અતુલ વેકરીયા પોતાનો ખુલાસો આપી રહ્યા હતા આ દરમિયાન પોલીસે રસ્તા પર લગાવવામાં આવેલ CCTV જોયા પછી સમગ્ર ઘટના સામે આવી જશે, તેવી વાત અતુલ વેકેરિયાને કરી હતી.
આ ઘટનામાં મોપેડ ચલાવતી મહિલાને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા હાલ તમામ ઇજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. આ મામલે પોલીસે અતુલ વેકરીયાની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી દેવામાં આવી હતી. આની સાથે જ તેઓ નશામાં ધુત હતા કે કેમ તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.