સુરતમાં CNG ગેસ પંપ પર રીક્ષામાં અચાનક લાગી આગ- જુઓ વિડીયો

સુરતમાં સતત આગની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા બે દિવસમાં 3 આગની ઘટના સામે આવી રહી છે. ત્યારે આજે ફરી એક વખત સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા CNG ગેસ પંપ ઉપર એક મોટી દુર્ઘટના બની હતી. આજે સુરતમાં ફરી એક વખત આગની ઘટના સામે આવી છે. સુરતના અડાજણ વિસ્તારમાં આનંદ મેન રોડ પર આવેલો સહજ ગાર્ડન પાસે સહજ સુપર સ્ટોરની બાજુમાં આવેલા સીએનજી પંપ ઉપર ગેસ ભરાવા ગયેલી રીક્ષામાં એકાએક આગ લાગી હતી. આગ લાગતાની સાથે જ ગેસ પંપ સ્ટેશન પર અફરાતફરી મચી ગઈ આપી હતી.

CNG ગેસ પંપ ઉપર રીક્ષામાં CNG ગેસ ભરતી વખતે કોઈક કારણસર રીક્ષામાં આગ લાગતા રીક્ષાચાલક તેમજ ગેસ પંપના કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. સીએનજી પંપ ઉપર રાખવામાં આવેલી ફાયર સેફ્ટીની સુવિધા ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ પંપના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યો હતો પરંતુ આગ એટલે ભયાવહ હતી કે ફાયરસેફ્ટી સાધનોનો ઉપયોગ કર્યા બાદ પણ આગ ઉપર કાબુ મેળવાયો ન હતો.

આગ લાગતાની સાથે જ ભીડ જમા થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ અડાજણ ફાયર સ્ટેશન અને મોરાભાગળ ફાયર સ્ટેશનની ગાડીઓ સીએનજી પંપ ઉપર પહોંચી હતી. ફાયર વિભાગ દ્વારા આગ ઉપર કાબુ મેળવાયો હતો. સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. સીએનજી પંપ ઉપર ગેસ ભરતી વખતે રિક્ષામાં લાગેલી આગથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. ફાયર વિભાગ આવે તે પહેલા રીક્ષા બળીને ખાખ થઈ ગઈ હતી.

ગઈકાલે કતારગામ વિસ્તારમાં આવેલ ગોટાલાવાડી પાસે કારમાં અચાનક આગ ફાટી નીકળી

અત્રે ઉલેખનીય છે કે, ગઈકાલે પણ સુરતમાં બે આગની ઘટના બની હતી. કતારગામ વિસ્તારમાં આવેલ ગોટાલાવાડી પાસે કારમાં અચાનક આગ ફાટી નીકળતા ત્યાં ભારે અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો. આ ઉપરાંત, લાલગેટ નજીક અંબાજી રોડ પર એપાર્ટમેન્ટમાં બેઝમેન્ટમાં આવેલી મેડિકલની દુકાનમાં આજે સવારે અચાનક આગ ભભૂકી ઉઠી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *